Gir Somnath News/ દીવમાં થયેલા માર્ગ અકસ્માતમાં પિતાપુત્રના મોત થયા

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર 17મેની રોજ રાત્રે અગિયાર વાગ્યે એક હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત થયો. સુરતથી આવતી એક ઝડપી કાર વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી કાર સાથે અથડાઈ, જેમાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પિતા અને પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા.

Top Stories Gujarat Others Breaking News

Div News: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર 17મેની રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યે એક હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત થયો. સુરતથી આવતી એક ઝડપી કાર વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી કાર સાથે અથડાઈ, જેમાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પિતા અને પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકની પત્ની (માતા) અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોતાની નજર સમક્ષ પતિ અને પુત્રના મૃત્યુને જોઈને માતા ખૂબ જ દુ:ખી છે.

દીવમાં થયેલા Accidentમાં પિતાપુત્રનાં મોત
દીવમાં થયેલા Accidentમાં પિતાપુત્રનાં મોત

મૃતક ભાઈની નવી ફેક્ટરીના ઉદઘાટનમાં આવ્યા હતાને થયો  Accident

અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની પૃથ્વી હુંડરાજ વાધવાની (૫૦) એ તેમના મોટા ભાઈ ગિરધારીલાલે જૂનાગઢ નજીક એક નવી તલની ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે. પૃથ્વીભાઈ તેમના પરિવાર સાથે શુભ પ્રસંગે હાજરી આપવા માટે ગ્વાલિયરથી જૂનાગઢ આવ્યા હતા. ગઈકાલે બપોરે ફેક્ટરીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, બંને ભાઈઓ તેમના પરિવાર સાથે દીવ જવા રવાના થયા હતા. દીવથી પાછા ફર્યા બાદ, તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા હતા.

દીવમાં થયેલા Accidentમાં પિતાપુત્રનાં મોત
દીવમાં થયેલા Accidentમાં પિતાપુત્રનાં મોત

દીવથી પરત ફરતાં થયો Accident

રાત્રે, પરિવાર સ્વિમિંગ પુલની મજા માણી રહ્યો હતો અને નાગવા નજીક એક હોટલમાં રાત્રિભોજન કરવા માટે તેમની કાર તરફ જઈ રહ્યો હતો. પૃથ્વીભાઈ, તેમનો 16 વર્ષનો પુત્ર અનિકેત, તેમની પત્ની નીતુબેન અને ભત્રીજો ઉમેશ ગિરધારીભાઈ વાધવાણી કારમાં હતા. જ્યારે તેઓ નાગવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સુરત તરફથી આવતી એક ઝડપી કાર તેમની કાર સાથે અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં રહેલા અનિકેત પૃથ્વી વાધવાણી અને તેના પિતા પૃથ્વી હુંડરાજ વાધવાણીનું ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયું. ગંભીર ઈજાઓને કારણે નીતુબેન વાધવાણી અને ભત્રીજા ઉમેશને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દીવમાં થયેલા Accidentમાં પિતાપુત્રનાં મોત
દીવમાં થયેલા Accidentમાં પિતાપુત્રનાં મોત

સુરત પાસિંગની કારે કર્યો Accident

અકસ્માત સમયે સુરતથી આવી રહેલી કારમાં કુલ છ લોકો હતા. અકસ્માત બાદ, દીવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ડ્રાઇવર સહિત ત્રણ લોકોને પકડી લીધા. બાકીના ત્રણ લોકો અંધારાનો લાભ લઈને અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયા. દીવ પોલીસની એક ટીમે આ ત્રણ ભાગી છૂટેલા લોકોને પકડવા માટે ઉના સુધી તપાસ શરૂ કરી છે. આ દુ:ખદ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં અને ગ્વાલિયરના સિંધી સમુદાયમાં ભારે હોબાળો મચી ગયો છે. સૌથી આઘાતજનક અને દુ:ખદ ઘટના એ છે કે પરિવારના અન્ય સભ્ય, જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ગ્વાલિયરના વતની છે, તે હજુ પણ અજાણ છે કે પિતા અને પુત્ર બંનેનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. હાલમાં, દીવ પોલીસે કેસ નોંધીને વધુ કાનૂની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત

આ પણ વાંચો: સુરતમાં સો. મીડિયા ઈન્ફ્લુએન્સરનો અકસ્માત

આ પણ વાંચો: સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો