Ahmedabad News/ Bumble પર પ્રેમ, પછી ઠગાઈ! નકલી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે યુવતી પાસેથી પડાવ્યા રૂપિયા

અમદાવાદમાં Bumble Dating app દ્વારા યુવતીને લગ્નની જાળમાં ફસાવી નકલી PSIએ હજારો રૂપિયા પડાવ્યા

Top Stories Ahmedabad Gujarat Breaking News
Bumble Dating app પર મળ્યો ‘PSI’, નીકળ્યો ઠગ! પડાવ્યા લાખો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં બમ્બલ  ડેટિંગ એપ (Bumble Dating app) દ્વારા લગ્ન માટે યોગ્ય પાત્ર શોધી રહેલી યુવતી સાથે ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સિક્યોરિટી ઓફિસર તરીકે ઓળખાવી યુવતીનો વિશ્વાસ જીત્યો અને બાદમાં લગ્નની લાલચ આપી હજારો રૂપિયા પડાવી લીધા. સમગ્ર મામલો બહાર આવતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

બમ્બલ એપ (Bumble App )પર થઈ ઓળખાણ

મૂળ રાજકોટની અને હાલ અમદાવાદ (Ahmedabad)ના નવરંગપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધમાં તેણે બમ્બલ ડેટિંગ એપ (Bumble Dating app) પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું.આ દરમિયાન તેની ઓળખ રોકી પંચાલ નામના યુવક સાથે થઈ હતી. આરોપીએ યુવતીને પ્રભાવિત કરવા માટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસની વર્દીમાં ફોટા મૂક્યા હતા અને બાયોમાં “Crime Branch Cyber Security Officer” તરીકે ઓળખ આપી હતી.

Bumble Dating app પર સરકારી નોકરીના નામે જીત્યો વિશ્વાસ

પોલીસ અધિકારી હોવાનું જણાવી આરોપીએ યુવતી સાથે સતત વાતચીત શરૂ કરી હતી. બંને વચ્ચે નજીકતા વધતા લગ્ન અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. યુવતીને લાગ્યું કે તે સરકારી નોકરી કરતો જવાબદાર વ્યક્તિ છે, જેના કારણે તેણે આરોપી પર વિશ્વાસ મૂકી દીધો.

Bumble Dating app
Bumble Dating app

રડવાનું નાટક કરીને પડાવ્યા રૂપિયા

16 મેના રોજ આરોપી યુવતીને રૂબરૂ મળવા ગયો હતો. મુલાકાત દરમિયાન તેણે સેટેલાઇટ વિસ્તારમાં પોતાનું મકાન બની રહ્યું હોવાનું કહી કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ચુકવણી કરવાની જરૂર હોવાનું જણાવી ભાવુક બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આરોપીએ આર્થિક મુશ્કેલીનું નાટક કરી યુવતી પાસે મદદ માંગી હતી. યુવતી તેની વાતોમાં આવી ગઈ અને બીજા દિવસે ગૂગલ પે મારફતે ₹79,700 ટ્રાન્સફર કરી દીધા હતા.

વધુ લાલચથી થયો ભાંડો ફૂટ્યો

રૂ. 79 હજાર મળ્યા બાદ આરોપીએ વધુ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે નવા મોબાઇલ ફોન ખરીદવાના બહાને વધુ ₹60 હજાર તેમજ આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી અંગત દસ્તાવેજોની માંગણી કરી હતી.અચાનક વધુ રૂપિયા અને ઓળખપત્રોની માંગ થતાં યુવતીને શંકા ગઈ હતી. ત્યારબાદ તેણે ખાનગી રીતે તપાસ કરાવી હતી, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

નકલી PSI બની કરતો હતો ઠગાઈ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રોકી પંચાલ તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ હિમાંશુ પંચાલ છે. તે પોલીસ વિભાગમાં કોઈ પણ પ્રકારની નોકરી કરતો નથી અને માત્ર લોકોને ફસાવવા માટે નકલી પોલીસ અધિકારી બની રહ્યો હતો.પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા યુવતીએ તરત જ નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station)માં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાવધાન રહેવાની જરૂર

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ (Bumble Dating app) પર અજાણ્યા લોકો સાથે વિશ્વાસ કરતા પહેલાં સંપૂર્ણ ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને સરકારી અધિકારી અથવા પ્રભાવશાળી ઓળખ આપતા લોકો અંગે સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.


આ પણ વાંચો:પહેલીવાર ડેટિંગ એપ ટ્રાય કરી રહ્યા છો? તમારી એક નાની ભૂલ તમને મુસીબતમાં મૂકી શકે છે!

આ પણ વાંચો:ડેટિંગ એપ પર છોકરીઓની પ્રોફાઈલમાં Book Boyfriend દેખાય તો સમજી જજો કે …

આ પણ વાંચો:ઓનલાઈન ડેટિંગ એપથી સાવધાન, અમદાવાદનો એક યુવક રૂપસુંદરીની લાલચમાં બન્યો હનીટ્રેપનો શિકાર