India UK Oil Deal: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક ઓઇલ બજારમાં ભારે હાહાકાર મચી ગયો છે. દુનિયાના અનેક દેશોમાં ઇંધણની ગંભીર કટોકટી ઊભી થઈ છે. અત્યાર સુધી આખી દુનિયાને આદર્શ અને નિયમોના પાઠ ભણાવતા પશ્ચિમી દેશોએ પણ આખરે જમીની હકીકત સામે ઝૂકવું પડ્યું છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટન હવે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારત(India) પાસેથી પ્રોસેસ થયેલું રશિયન ઓઇલ ખરીદવા મજબૂર બન્યું છે.
નવો નિયમ લાગુ કર્યો
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, બ્રિટિશ સરકારે રશિયા પર લગાવેલા પોતાના કડક પ્રતિબંધોમાં મોટો ઘટાડો કર્યો છે. બ્રિટને નવું ‘જનરલ લાઇસન્સ’ જાહેર કર્યું છે. આ નવા નિયમ અંતર્ગત ભારત અને તુર્કીની રિફાઇનરીઓમાં રશિયાના ક્રૂડ ઓઇલમાંથી તૈયાર કરવામાં આવેલા ડીઝલ અને જેટ ઇંધણ (વિમાનના બળતણ) ની આયાતને કોઈપણ સમય મર્યાદા વિના કાયદેસર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો નિયમ 20 મેથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે.
બ્રિટને કેમ યુ-ટર્ન લીધો?
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ બ્રિટને રશિયાની આર્થિક કમર તોડવા માટે તેના ઓઇલ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ તાજેતરમાં ઈરાન સાથે શરૂ થયેલા યુદ્ધે આખી સ્થિતિ બદલી નાખી છે. ઈરાન યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી થતી ઓઇલ અને ઇંધણની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના કારણે બ્રિટનને આ યુ-ટર્ન લેવાની ફરજ પડી છે.
પરિવહન ઠપ થવાનો ખતરો
સપ્લાય ચેઈન તૂટી પડવાના કારણે યુરોપમાં ડીઝલનો મુખ્ય બેન્ચમાર્ક આશરે 160 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે. બ્રિટનમાં વિમાન ઇંધણ અને ડીઝલની એટલી ભયંકર અછત સર્જાઈ છે કે ત્યાંની આખી પરિવહન વ્યવસ્થા ઠપ થઈ જવાની અણી પર આવી ગઈ હતી. આવી કટોકટીની સ્થિતિમાં પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે બ્રિટને ભારત તરફ હાથ લંબાવવો પડ્યો છે.
India ની બહુ મોટી જીત
બ્રિટનના આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની(India) વિદેશ નીતિ અને વ્યૂહનીતિની મોટી જીત થઈ છે. વર્ષ 2022 માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને મહત્ત્વ આપીને રશિયા પાસેથી મોટા ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. પ્રતિબંધોના કારણે બ્રિટને જાન્યુઆરીથી ભારત(India) પાસેથી ઇંધણ ખરીદવાનું બંધ કર્યું હતું, પરંતુ આજે પરિસ્થિતિ બદલાતાં તેને ભારત પાસે જ આવવું પડ્યું છે.
આ પણ વાંચો :ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો છેલ્લી ઘડીએ ટળ્યો,ટ્રમ્પને કયો ‘ગુપ્ત પત્ર’ મળ્યો કે બદલ્યો પ્લાન?
આ પણ વાંચો :રશિયાની રાજધાની પર યુક્રેને વરસાવ્યા 1000 થી વધુ ડ્રોન, રહેણાંક ઈમારતો તબાહ
આ પણ વાંચો :વિદેશી પત્રકારના સવાલ પર ભડક્યા વિદેશ મંત્રાલયના સચિવ, ભારતમાં પ્રેસ ફ્રીડમના મુદ્દે આપ્યો જવાબ
