Donald Trump Jr Wedding: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે, ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (Trump) ઘરમાં શરણાઈઓ વાગવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દીકરા, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર (Donald Trump Jr.) આ મેમોરિયલ ડે વીકએન્ડમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ, પશ્ચિમ એશિયાની યુદ્ધ જેવી સ્થિતિ અને સુરક્ષાના કડક કારણોસર ખુદ પ્રમુખ ટ્રમ્પ માટે આ લગ્નમાં હાજરી આપવી એક મોટો કોયડો બની ગઈ છે.
બહામાસના ટાપુ પર ખાનગી લગ્ન
48 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ફિઆન્સે અને પામ બીચની સોશિયલાઇટ બેટિના એન્ડરસન (Bettina Anderson) સાથે બહામાસના એક નાનકડા ખાનગી ટાપુ પર લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એક અત્યંત ખાનગી પ્રસંગ છે, જેમાં મીડિયાની હાજરી વિના માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે. મહેમાનોની યાદી પણ 50 થી ઓછી રાખવામાં આવી છે જેથી ખાનગીપણું જળવાઈ રહે.
ડોનાલ્ડ Trump નો કટાક્ષભર્યો જવાબ
જ્યારે ઓવલ ઓફિસમાં પત્રકારોએ પ્રમુખ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ આ લગ્નમાં જશે? ત્યારે ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં મીડિયા અને વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું:
“મારો દીકરો ઈચ્છે છે કે હું તેના લગ્નમાં સામેલ થાઉં. હું ત્યાં જવા માટે પૂરતા પ્રયત્નો કરીશ. પણ મારી સામે અત્યારે ઈરાન નામની મોટી વૈશ્વિક સમસ્યા અને અન્ય મહત્વના મુદ્દાઓ છે, જેના કારણે આ સમય મારા માટે બિલકુલ યોગ્ય નથી. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં હું જીતી શકું તેમ નથી. જો હું લગ્નમાં હાજરી આપીશ, તો પણ ફેક ન્યૂઝ (મીડિયા) દ્વારા મારી આકરી ટીકા કરવામાં આવશે કે દેશ યુદ્ધની સ્થિતિમાં છે ને પ્રમુખ રજા માણી રહ્યા છે, અને જો હું નહીં જઉં, તો પણ મારી ટીકા થશે.”
મીડિયાથી દૂર રાખવાનું અસલી કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને બેટિના એન્ડરસન લગ્નની વિગતો ગુપ્ત રાખવા માંગતા હતા. તેનું મોટું કારણ એ પણ છે કે જો પ્રમુખ ટ્રમ્પ(Trump) ત્યાં આવે તો કડક સુરક્ષા પ્રોટોકોલ અને આખા ટાપુ પર લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય, જેનાથી લગ્નમાં આવનારા અન્ય મહેમાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. આથી, પ્રમુખ ટ્રમ્પ આ લગ્ન સ્કીપ કરે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે, જોકે ટ્રમ્પ જુનિયરના અન્ય ભાઈ-બહેનો લગ્નમાં હાજર રહેશે.
પરિવાર માટે ચિંતાનો સમય
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ(Trump) જુનિયરના આ બીજા લગ્ન છે. અગાઉ 12 વર્ષ સુધી વેનેસા ટ્રમ્પ(Trump) સાથે રહ્યા બાદ 2018 માં તેમના છૂટાછેડા થયા હતા અને તેમને 5 બાળકો છે. ટ્રમ્પ પરિવાર માટે ચિંતાની વાત એ પણ છે કે, હજુ બુધવારે જ તેમની પૂર્વ પત્ની વેનેસા ટ્રમ્પે(Trump) સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેમને બ્રેસ્ટ કેન્સર (Breast Cancer) નું નિદાન થયું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો :ઇંધણની કટોકટી વચ્ચે બ્રિટને નિયમો હળવા કર્યા, હવે ભારત પાસેથી ખરીદશે રશિયન ઓઇલ
આ પણ વાંચો :ઓઇલ બાદ હવે સ્ટીલ ક્ષેત્રે ભારત-રશિયાની મોટી ભાગીદારી, ચીનની ચિંતા વધી
આ પણ વાંચો :ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને વેઠવું પડ્યું મોટું નુકસાન, જેડી વાન્સે આપી પરમાણુ ચેતવણી
