Gujarat News/ ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય,111 કર્મચારીઓની બદલી

ગુજરાત સરકારના પંચાયત (Gujarat Panchayat), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરના પંચાયત સેવા સંવર્ગના 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલીનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે

Gujarat Top Stories
ગુજરાત સરકારના પંચાયત (Gujarat Panchayat), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરના પંચાયત સેવા સંવર્ગના 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલીનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે

Gujarat News :  રાજ્યના પંચાયત કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના પંચાયત (Gujarat Panchayat), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરના પંચાયત સેવા સંવર્ગના 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી (Transfer)નો મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી બદલીની રાહ જોતા કર્મચારીઓ માટે આ નિર્ણય રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા 22 મે 2026ના રોજ સચિવાલયમાંથી જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની વહીવટી અનુકૂળતા અને નિયમોને આધારે બદલી કરવામાં આવી છે. આ યાદીમાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ તેમજ ગ્રામ સેવક જેવી મહત્વપૂર્ણ કેડરના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિભાગીય સૂત્રોના જણાવ્યા મુજબ, બદલીઓ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવા જિલ્લામાં હાજર થવા સૂચના આપવામાં આવી છે.

સાથે જ સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે હાલ જે જિલ્લામાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યાંથી તેમને વહેલી તકે મુક્ત કરવામાં આવે, જેથી નવી જગ્યાએ કામગીરી સમયસર શરૂ થઈ શકે.

આ નિર્ણય બાદ અનેક કર્મચારીઓમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પોતાના વતન અથવા નજીકના જિલ્લામાં બદલી મેળવનાર કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને સ્વાગત કર્યું છે.


આ પણ વાંચો : ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર! પંચાયત વિભાગમાં 6000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી

આ પણ વાંચો : ગુજરાતના દિવ્યાંગો માટે સારા સમાચાર, પંચાયત સેવા વર્ગ-3 ભરતી માટે 4 ટકા અનામત, સીધી ભરતીથી કરાશે નિયુક્તિ, રાજ્યના પંચાયત વિભાગનો સત્તાવાર પરિપત્ર

આ પણ વાંચો : પંચાયત વિભાગમાં મોટો ફેરબદલ, 30 માર્ચના આદેશો રદ્દ