New Delhi/ ‘કોકરોચ જનતા પાર્ટી’ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઇનકાર! CBI તપાસની માંગ પર કહ્યું- “સેન્ટિમેન્ટલ ન બનો”

‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party) નામની સોશિયલ મીડિયા મૂવમેન્ટ વિરુદ્ધ CBI તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે વકીલને કહ્યું કે, “આ બાબતને એટલી સેન્ટિમેન્ટલ રીતે ન લો.”

Top Stories India Breaking News
Cockroach Janta Party મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

New Delhi: સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party) મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme Court ) તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. આ મૂવમેન્ટ સામે CBI તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે હાલ તેમાં કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર નથી એવું સ્પષ્ટ કર્યું છે.

“સેન્ટિમેન્ટલ ન બનો”: CJIની ટિપ્પણી

સોમવારે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. એમ. પંચોલીની બેન્ચ સમક્ષ આ અરજી રજૂ થઈ હતી.અરજદાર તરફથી વકીલ એન. કે. ગોસ્વામીએ દલીલ કરી હતી કે ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party) નામની ઓનલાઇન મૂવમેન્ટ ન્યાયતંત્રની છબીને નુકસાન પહોંચાડી રહી છે.આ દલીલ સાંભળ્યા બાદ CJI સૂર્યકાંતે હળવા અંદાજમાં કહ્યું કે, “આ બાબતને એટલી સેન્ટિમેન્ટલ રીતે લેવાની જરૂર નથી. હાલ કોઈ એવી ગંભીર કટોકટી નથી.”

અરજીમાં શું માંગ કરવામાં આવી?

એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ અરજીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party) સાથે જોડાયેલા લોકો સામે CBI તપાસની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આરોપ મૂકાયો હતો કે, સોશિયલ મીડિયા પર કોર્ટની ટિપ્પણીઓનો ગેરસંદર્ભમાં ઉપયોગ થઈ રહ્યો છે,મીમ્સ અને વિડિઓ દ્વારા ન્યાયતંત્રનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે,કેટલાક લોકો પાસે કાયદાની માન્ય ડિગ્રી છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએઅન્ય એક વકીલે પણ રજૂઆત કરી હતી કે કોર્ટમાં થયેલી ટિપ્પણીઓનો ઉપયોગ કમાણી માટે ન થવો જોઈએ.

કેવી રીતે શરૂ થઈ ‘Cockroach Janta Party’?

આ સમગ્ર વિવાદની શરૂઆત 15 મેની સુપ્રીમ કોર્ટ (Supreme Court )ની એક સુનાવણીથી થઈ હતી. તે દરમિયાન CJI સૂર્યકાંતે કેટલાક યુવા વકીલો અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા અને RTI એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે.ટિપ્પણી દરમિયાન “કોકરોચ” શબ્દના ઉપયોગ બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. બાદમાં CJIએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેમનો ઈશારો બેરોજગાર યુવાનો તરફ નહીં પરંતુ નકલી ડિગ્રી ધરાવતા લોકો તરફ હતો.

સોશિયલ મીડિયા પર બન્યું મોટું અભિયાન

આ ટિપ્પણી બાદ ઇન્ટરનેટ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party) નામથી ઓનલાઇન મૂવમેન્ટ શરૂ થઈ હતી. અહેવાલો મુજબ આ ડિજિટલ અભિયાનની શરૂઆત અમેરિકાના બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકે કરી હતી.હવે આ મૂવમેન્ટ સોશિયલ મીડિયા પર રાજકીય કટાક્ષ, બેરોજગારી, મીડિયા સ્વતંત્રતા અને સંસ્થાકીય જવાબદારી જેવા મુદ્દાઓ સાથે જોડાઈ ગઈ છે. આ નામે મર્ચેન્ડાઇઝ, પિટિશન અને ઓનલાઇન ફંડિંગ જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે (Supreme Court ) સ્પષ્ટ કર્યું કે હાલ આ મામલે કોઈ તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર નથી અને યોગ્ય સમયે આ મુદ્દે વિચાર કરવામાં આવશે.


આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બ્લોક થયું?

આ પણ વાંચો:વાયરલ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપકનું ઇન્સ્ટા હેક, ભારતમાં ઓફિશિયલ X હેન્ડલ પણ બંધ કરાયું

આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન