Gujarat News/ ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધથી પેટ્રોલ સુધી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં 2થી 10% વધારો

ગુજરાતમાં દૂધ, પેટ્રોલ, ગેસ, શાકભાજી અને કરિયાણાં સહિત રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં 2થી 10% વધારો. વૈશ્વિક યુદ્ધ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવથી સામાન્ય માણસ પર મોંઘવારી (Gujarat Inflation)નો મોટો માર.

Top Stories Gujarat Others Breaking News
Gujarat Inflation:દૂધ, ગેસ, પેટ્રોલથી શાકભાજી સુધી ભાવવધારો

Gujarat News: ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી (Gujarat Inflation) સતત વધી રહી છે અને તેનો સૌથી મોટો ફટકો સામાન્ય, નિમ્ન અને મધ્યમ વર્ગને પડી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં રોજિંદી જીવનમાં ઉપયોગી અનેક ચીજવસ્તુઓના ભાવમાં 2થી 10 ટકા સુધીનો વધારો નોંધાયો છે. દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, LPG-PNG ગેસ, CNG, પેટ્રોલ-ડીઝલ અને અન્ય જરૂરી વસ્તુઓ મોંઘી બનતા ઘરખર્ચ સંભાળવું મુશ્કેલ બન્યું છે.

વૈશ્વિક સ્તરે અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પાર પહોંચ્યા છે. તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ અને સપ્લાય ચેઈન પર પડી રહી છે. પરિણામે સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ફળો, શાકભાજી અને કરિયાણાં સહિત અનેક પ્રોડક્ટ્સના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નોકરીયાત અને મધ્યમ વર્ગની આવકમાં કોઈ ખાસ વધારો થયો નથી, જેના કારણે વધતા ખર્ચ વચ્ચે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

Gujarat Inflation: મોંઘવારીએ તોડ્યા લોકોના કમર!

તાજેતરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો થયો હતો. સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થોડા દિવસોમાં બે વખત વધારો થતાં પરિવહન ખર્ચ વધી ગયો છે. આ અસર સીધી રીતે બજારમાં વેચાતી દરેક વસ્તુના ભાવ પર પડી રહી છે.સરકારી આંકડાઓ અનુસાર દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) એપ્રિલ 2026માં 8.3 ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પણ છેલ્લા 22 મહિનાની ટોચે 3.48 ટકા સુધી નોંધાયો છે. નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક સંકટ અને યુદ્ધની સ્થિતિ લાંબી ચાલશે તો મોંઘવારી (Gujarat Inflation)નો દર વધુ વધી શકે છે.

Gujarat Inflation
Gujarat Inflation

વેપારીઓના મતે બજારમાં માલ પૂરતો છે, પરંતુ ગ્રાહકો ખરીદીમાં સાવચેતી દાખવી રહ્યા છે. હવે લોકો જરૂરિયાત મુજબ જ ખરીદી કરે છે. બીજી તરફ આયાત આધારિત મસાલા અને સૂકા મેવાના ભાવમાં 30થી 35 ટકા સુધીનો વધારો નોંધાયો છે.તેમ છતાં ખાદ્યતેલ બજારમાં થોડો રાહતનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય નિકાસમાં ઘટાડા અને સ્થાનિક સ્ટોક પૂરતો હોવાને કારણે તેલના ડબ્બાના ભાવમાં ₹100થી ₹150 સુધીનો ઘટાડો નોંધાયો છે.

વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે લોકો પરનો આર્થિક બોજો ઘટાડવા માટે પેટ્રોલ-ડીઝલ અને ગેસ પર વસૂલાતા વેરામાં રાહત આપવામાં આવે. સાથે જ જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે અને કાળાબજારી રોકવા કડક પગલાં લેવામાં આવે.વર્તમાન પરિસ્થિતિમાં મોંઘવારી (Gujarat Inflation) સામાન્ય લોકો માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે અને જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.


આ પણ વાંચો:શું મોંઘવારીનો માર પડશે? ઘઉં-ચોખાનો સ્ટોક ફૂલ, પણ ખાતર અને પેકેજિંગના ભાવ આસમાને

આ પણ વાંચો:મોંઘવારીનો માર! કોન્ડોમથી લઈને પેરાસિટામોલ અને ડ્રાય ફ્રુટ્સના ભાવમાં મોટો ઉછાળો

આ પણ વાંચો:મિડલ ઈસ્ટ જંગનો ભારતમાં મોટો ફટકો! અદાણીએ ગેસના ભાવમાં કર્યો ₹79 નો વધારો, ઉદ્યોગો પર મોંઘવારીનો માર