US Saudi Arabia Tension 2026: ઈરાન સાથે યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ખોલવાના પ્રયાસો વચ્ચે હવે અમેરિકા અને સાઉદી અરેબિયાના સંબંધોમાં મોટી તિરાડ સામે આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલને માન્યતા આપવા માટે દબાણ કર્યું, પરંતુ સાઉદી અરેબિયાએ તેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
ટ્રમ્પની નવી વ્યૂહરચના અને અબ્રાહમ એકોર્ડ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે પડદા પાછળ એક નવું યુદ્ધ શરૂ થતું જોવા મળી રહ્યું છે. આ વખતે મામલો સીધો વોશિંગ્ટન અને તેના સૌથી જૂના આરબ સહયોગી સૌદી અરેબિયા(Saudi Arabia) વચ્ચેનો છે. તેનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ નવી વ્યૂહરચના છે, જેમાં તેમણે ઈરાન સાથેના સંભવિત શાંતિ કરારને ‘અબ્રાહમ એકોર્ડ્સ’ (Abraham Accords) સાથે જોડી દીધો છે.
25 May ના રોજ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા એક મોટો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઈરાન સાથેના કોઈપણ શાંતિ કરારનો હિસ્સો બનવા માટે મુસ્લિમ દેશોએ એકસાથે અબ્રાહમ એકોર્ડ્સ પર હસ્તાક્ષર કરવા પડશે. ટ્રમ્પે ખાસ કરીને સાઉદી અરેબિયા(Saudi Arabia), કતાર અને પાકિસ્તાનનું નામ લઈને ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવાની વાત કહી હતી.
સાઉદી અરેબિયાનો ઇઝરાયેલને માન્યતા આપવાનો સ્પષ્ટ ઇનકાર
પરંતુ ટ્રમ્પની આ અપીલ ખાડી દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયાને(Saudi Arabia) બિલકુલ પસંદ આવી નથી. આ નિવેદનના થોડા જ કલાકોમાં રિયાધ તરફથી સંકેત આપવામાં આવ્યો કે સાઉદીનું જૂનું વલણ બદલાયું નથી. સૌદી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્રની રચના માટે “સ્પષ્ટ રસ્તો” નક્કી ન થાય, ત્યાં સુધી ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો શક્ય નથી.
આ પ્રતિક્રિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે ગાઝા યુદ્ધ પછી પશ્ચિમ એશિયાનું રાજકારણ પહેલા જેવું રહ્યું નથી. વર્ષ 2020 માં જ્યારે અબ્રાહમ એકોર્ડ્સ થયા હતા, ત્યારે ઘણા આરબ દેશોએ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કર્યા હતા. તે પછીના સમયગાળામાં સાઉદી અરેબિયાએ પણ ઇઝરાયેલ સાથે સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દરમિયાન ગાઝાથી હમાસે ઇઝરાયેલ પર હુમલો કરી દીધો અને એક મોટી જંગ શરૂ થઈ ગઈ. આ જ કારણ રહ્યું કે સાઉદી-ઇઝરાયેલ વચ્ચે સંબંધો સ્થાપિત ન થઈ શક્યા, અને વર્તમાન પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા કોઈ ઉતાવળમાં પગલું ભરવાના મૂડમાં દેખાતું નથી.
અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ ને માત્ર 36 કલાકમાં લાગ્યો ઝટકો
આ વિવાદ માત્ર કૂટનીતિ પૂરતો સીમિત નથી, પરંતુ તેની પાછળ હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધતો તણાવ પણ એક મોટું કારણ છે. May ની શરૂઆતમાં ટ્રમ્પ પ્રશાસને “પ્રોજેક્ટ ફ્રીડમ” નામે એક સૈન્ય મિશન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો, કારણ કે ઈરાન ત્યાં પોતાની પકડ મજબૂત કરી ચૂક્યું છે.
પરંતુ અમેરિકી પ્રશાસનની(Saudi Arabia) સૌથી મોટી ભૂલ એ રહી કે તેણે ખાડી સહયોગી દેશોની સંપૂર્ણ સંમતિ લીધા વિના જ આ ઓપરેશનની જાહેરાત કરી દીધી. આનાથી સાઉદી નેતૃત્વ નારાજ થઈ ગયું. અહેવાલો અનુસાર, સૌદી ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકી સેનાને પોતાના એરસ્પેસ અને સૈન્ય મથકોના ઉપયોગની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રિન્સ સુલ્તાન એરબેઝથી અમેરિકી ઉડ્ડયનો પર રોક લગાવી દેવામાં આવી હતી. આના કારણે અમેરિકી ઓપરેશનને ભારે ઝટકો લાગ્યો અને “પ્રોજેક્ટ ફ્રીડમ” માત્ર 36 કલાકની અંદર જ ઠપ થઈ ગયું.
Saudi Arabia હવે ફૂંકી-ફૂંકીને કેમ મૂકે છે પગલું?
સાઉદી અરેબિયા(Saudi Arabia) હવે અમેરિકાની દરેક વ્યૂહરચનાનું આંખો બંધ કરીને સમર્થન કરવા માંગતું નથી. તેનું સૌથી મોટું કારણ ઈરાનનો સીધો ખતરો છે. તેહરાન (ઈરાન) પહેલા જ ચેતવણી આપી ચૂક્યું છે કે જો કોઈ ખાડી દેશે અમેરિકી કે ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહી માટે પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવા દીધો, તો તેણે પણ જવાબી હુમલાનો સામનો કરવો પડશે.
વર્ષ 2019 માં સાઉદી અરેબિયાના(Saudi Arabia) અબકૈક અને ખુરૈસ તેલ પ્લાન્ટ્સ પર થયેલા ડ્રોન અને મિસા ટ્રેનીસ્ટ (Transit) હુમલા હજુ પણ રિયાધ માટે મોટી ચેતવણી બનેલા છે. આ જ કારણે સૌદી નેતૃત્વ કોઈ સીધા સૈન્ય સંઘર્ષથી બચવા માંગે છે. આ સિવાય, સાઉદી અરેબિયા પોતાને ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદીનાના રક્ષક માને છે. તેવામાં પેલેસ્ટાઇન મુદ્દાને નજરઅંદાજ કરીને ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા તેના માટે સરળ નથી. ગાઝા યુદ્ધ પછી આરબ દેશોની જનતામાં ઇઝરાયેલ વિરુદ્ધ ગુસ્સો પણ ઘણો વધ્યો છે.
બીજી તરફ, ઈરાન આ સમગ્ર ઘટનાને પોતાના માટે એક વ્યૂહાત્મક તક તરીકે જોઈ રહ્યું છે. અમેરિકા જ્યાં એક મોટું એન્ટી-ઈરાન ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યાં ઈરાન ખાડી દેશો અને વોશિંગ્ટન વચ્ચે વધતા અંતરનો ફાયદો ઉઠાવવામાં લાગ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પની “અબ્રાહમ એકોર્ડ્સ ફર્સ્ટ” વાળી વ્યૂહરચનાની ઉલટી અસર થઈ છે, જેનાથી અમેરિકાના સહયોગી દેશો જ અસહજ થઈ ગયા છે અને તેઓ હવે પોતાના સુરક્ષા હિતોને પ્રાથમિકતા આપી રહ્યા છે.
આ પણ વાંચો: મક્કાના કાબા પર કેમ ઓઢાડવામાં આવે છે કાળું કાપડ? 63 કરોડના કિસ્વા પાછળનું આ છે વિજ્ઞાન
આ પણ વાંચો: ફ્રાન્સમાં બેંક મેનેજરે પ્રેમિકાને બ્લેકમેલ કરી 487 પુરુષો પાસે મોકલી, કોર્ટે આપી 25 વર્ષની જેલ
આ પણ વાંચો: ઈરાને અમેરિકાનું અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું, IRGC નો મોટો દાવો



