Breaking News/ સુરેન્દ્રનગર મનપાના નવા મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી, સ્મિતા રાવલ બન્યા ડેપ્યુટી મેયર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. રાકેશ રાઠોડ નવા મેયર બન્યા છે જ્યારે સ્મિતા રાવલને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપાઈ છે.

Top Stories Gujarat Others Breaking News
Surendranagar Municipal Corporationને મળ્યા નવા મેયર

Breaking News: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલને જવાબદારી સોંપવામાં આવી છે.

Surendranagar Municipal Corporation:રાકેશ રાઠોડની વરણી

આ ઉપરાંત Surendranagar Municipal Corporationને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખલ ચાંપાનેરની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે સ્વાતિ માંડલીયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પક્ષના નેતા તરીકે પિન્ટુ અસાણીયાને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાહેર થયું છે.

નવી ટીમની જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા નવી ટીમ પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે.

નવા મેયર રાકેશ રાઠોડે શહેરના વિકાસ, સ્વચ્છતા, રોડ-રસ્તા, પાણી પુરવઠો અને નાગરિકોની સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે નાગરિકોની સમસ્યાઓને ઝડપી ઉકેલવા માટે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલનથી કાર્ય કરવાની ખાતરી આપી હતી.

ડેપ્યુટી મેયર સ્મિતા રાવલે પણ સુરેન્દ્રનગર શહેરને વધુ સુવિધાસભર અને વિકાસશીલ બનાવવા માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખલ ચાંપાનેરે વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની વાત કરી હતી.સુરેન્દ્રનગર મનપામાં નવા પદાધિકારીઓની વરણી બાદ શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.


આ પણ વાંચો:ભાવનગરને મળ્યા નવા મેયર ઉષા તલરેજા

આ પણ વાંચો:રાજકોટ મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી, ડેપ્યુટી મેયર બન્યા દક્ષા વસાણી

આ પણ વાંચો:આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી, ડેપ્યુટી મેયર બન્યા કમલેશ ડાભી