Gandhinagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થવાની સાથે જ વહીવટીતંત્રમાં તળિયાઝાટક ફેરફારો થવા લાગ્યા છે. પહેલા એકસાથે 72 આઇએએસની બદલી થઈ હતી. તેના પછી હવે સચિવાલયમાં વહીવટી અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે. સચિવાલયમાં મોટા વહીવટી ફેરબદલની સાથે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત વહીવટી સેવામાં મોટા પાયે બદલી (Transfer) અને બઢતીના આદેશો જારી કર્યા છે. બદલીઓની સાથે, રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 27 નાયબ કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારીઓ, મામલતદારો અને અન્ય અધિકારીઓને નવ સ્થળોએ બઢતી પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ આદેશોથી ઘણા જિલ્લાઓના વહીવટી માળખામાં મોટા ફેરફારો થયા છે.

ક્રમ અધિકારીનું નામ હાલનું સ્થળ Transferનું સ્થળ
1 મહેન્દ્ર દેસાઈ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અમરેલી નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, અમરેલી
2 હેતલ વસાવાયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, દાહોદ દ્વિતીય SLAO, કલેક્ટર કચેરી, અમદાવાદ
3 જેમિની ગઢીયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગીર સોમનાથ પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA, ગાંધીનગર
4 સી. આર. સુથાર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નર્મદા નાયબ કલેક્ટર (પ્રોટોકોલ), કલેક્ટર કચેરી, નર્મદા
5 અર્શી એસ. હાશ્મી જિલ્લા પુરવઠા અધિકારી, કચ્છ SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, રાધનપુર-૧, પાટણ
6 સી. એ. રાવલ નિમણૂકની પ્રતીક્ષામાં મદદનીશ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર
7 અમિત પરમાર SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, વલ્લભીપુર-1, ભાવનગર નાયબ કલેક્ટર, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરી, ભાવનગર
8 ડૉ. નીતિ ચરણ SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, ગાંધીધામ, કચ્છ નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, પાટણ
9 ડી. પી. શાહ મામલતદાર, સિટી (વેસ્ટ)-વેજલપુર, અમદાવાદ (ઇન-સીટુ GAS) પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA, ગાંધીનગર
10 જે. એ. ચૌહાણ મામલતદાર, ધોલેરા, અમદાવાદ (ઇન-સીટુ GAS) નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, હિંમતનગર, સાબરકાંઠા
11 જે. ડી. જાડેજા મામલતદાર, ઉમરાળા, ભાવનગર (ઇન-સીટુ GAS) SLAO, કલેક્ટર કચેરી, ભાવનગર
12 કે. એચ. વાઘેલા મામલતદાર, થરાદ, વાવ થરાદ (ઇન-સીટુ GAS) SLAO, કલેક્ટર કચેરી, બનાસકાંઠા
13 એમ. એચ. જસપુરીયા મામલતદાર, મદદનીશ ચૂંટણી કમિશનર, SEC, ગાંધીનગર (ઇન-સીટુ GAS) SLAO, કલેક્ટર કચેરી, આણંદ
14 રોનક આર. કપૂર મામલતદાર, PSO-IORA, કલેક્ટર કચેરી, ગાંધીનગર (ઇન-સીટુ GAS) પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA, ગાંધીનગર
15 ટી. બી. ત્રિવેદી મામલતદાર, કાલાવડ, જામનગર (ઇન-સીટુ GAS) નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, જૂનાગઢ
16 એસ. આર. ત્રિવેદી મામલતદાર, જામનગર-સિટી, જામનગર (ઇન-સીટુ GAS) SLAO, કલેક્ટર કચેરી, જામનગર
17 જીનેશ મહેતા મામલતદાર, જોડિયા, જામનગર (ઇન-સીટુ GAS) ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ), ભાવનગર મહાનગરપાલિકા
18 સી. વી. ચૌધરી મામલતદાર, વાસો, ખેડા (ઇન-સીટુ GAS) જિલ્લા પુરવઠા અધિકારી, મહીસાગર
19 સી. આર. નિમાવત મામલતદાર, મોરબી (ગ્રામ્ય), મોરબી (ઇન-સીટુ GAS) જિલ્લા પુરવઠા અધિકારી, કચ્છ
20 ડી. કે. ધ્રુવ મામલતદાર, હારીજ, પાટણ (ઇન-સીટુ GAS) SLAO, કલેક્ટર કચેરી, મોરબી
21 યુ. વી. કાનાણી મામલતદાર, વિંછીયા, રાજકોટ (ઇન-સીટુ GAS) SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, ધ્રાંગધ્રા-1, સુરેન્દ્રનગર
22 ડી. વી. ગામીત મામલતદાર, સુરત સિટી-કતારગામ, સુરત (ઇન-સીટુ GAS) નાયબ કલેક્ટર, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરી, સુરત
23 એલ. આર. ચૌધરી મામલતદાર, સુરત સિટી-ઉધના, સુરત (ઇન-સીટુ GAS) જિલ્લા પુરવઠા અધિકારી, ડાંગ
24 મનિષ પી. પટેલ મામલતદાર, સુરત સિટી-અડાજણ, સુરત (ઇન-સીટુ GAS) નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, રાજપીપળા, નર્મદા
25 એચ. વી. ચાવડા મામલતદાર, માંગરોળ, સુરત (ઇન-સીટુ GAS) નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, વેરાવળ, ગીર સોમનાથ
26 જે. એ. જીવાણી મામલતદાર, ઉચ્છલ, તાપી-વ્યારા (ઇન-સીટુ GAS) નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, નર્મદા
27 કે. એમ. રાણા મામલતદાર, પારડી, વલસાડ (ઇન-સીટુ GAS) ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વાપી મહાનગરપાલિકા, વલસાડ

બઢતી મેળવનારા અધિકારીઓ
ક્રમ અધિકારીનું નામ હાલનું સ્થળ (Present Posting) બઢતી (Promotion) સાથેનું નવું સ્થળ (New Posting)
1 પી. એફ. પટેલ ચિટનીસ, જિ. વડોદરા નાયબ કલેક્ટર-પ્રોટોકોલ, કલેક્ટર કચેરી, વડોદરા
2 એસ. આર. બારીયા મામલતદાર, કથલાલ, જિ. ખેડા SLAO, કલેક્ટર કચેરી, નડિયાદ, જિ. ખેડા
3 એ. એન. શર્મા મામલતદાર, ભુજ, જિ. કચ્છ નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, જિ. મહેસાણા
4 એન. એસ. પરિતોષ મામલતદાર, ચોર્યાસી, જિ. સુરત SLAO, ONGC, અંકલેશ્વર, જિ. ભરૂચ
5 કે. પી. મોઢવાડિયા મામલતદાર, ચૂંટણી, જિ. મહીસાગર નાયબ કલેક્ટર-પ્રી-સ્ક્રુટિની ઓફિસર, કલેક્ટર કચેરી, રાજકોટ
6 પી. આર. સંગાડા મામલતદાર, ડભોઈ, જિ. વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આણંદ મહાનગરપાલિકા
7 પી. એસ. ભૂરિયા મામલતદાર, મહુધા, જિ. ખેડા નાયબ કલેક્ટર-પ્રી-સ્ક્રુટિની ઓફિસર, કલેક્ટર કચેરી, વડોદરા
8 ટી. સી. પટેલ મામલતદાર, નિઝર, જિ. તાપી-વ્યારા નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, વ્યારા, જિ. તાપી
9 વાય. પી. ગઢવી મામલતદાર, જામખંભાળિયા, જિ. દેવભૂમિ દ્વારકા નાયબ કલેક્ટર-(2), કલેક્ટર કચેરી, દ્વારકા, જિ. દેવભૂમિ દ્વારકા

ગુજરાત રાજ્ય સરકારે સચિવાલયના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે મોટા પાયે ફેરબદલ કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર આદેશ મુજબ, વિવિધ વિભાગોમાં કાર્યરત કુલ 36 સેક્શન ઓફિસરો (SOs) ની બદલી કરવામાં આવી છે. વધુમાં, સચિવાલય કેડરના 81 ડેપ્યુટી સેક્શન ઓફિસરો (DYSOs) ને સેક્શન ઓફિસરો તરીકે બઢતી આપવામાં આવી છે અને વિવિધ વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે.
વિકાસ કાર્યને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય
27 મે, 2026 ના રોજ સાંજે જારી કરાયેલા આ મોટા પાયે બદલી અને બઢતીના આદેશ હેઠળ, સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોમાં અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉચ્ચ સ્તરે લેવામાં આવેલા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી વહીવટ અને વિકાસ કાર્યને વેગ આપવા અને વિભાગીય કાર્યક્ષમતા વધારવાનો હોવાનું માનવામાં આવે છે. બઢતી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના નવા વિભાગોમાં ચાર્જ સંભાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
