Gujarat News/ નાજુક હાલતમાં દર્દી સાથે સંબંધો! ગુજરાતી ડૉક્ટર પર મેડિકલ ટ્રિબ્યુનલનો ચાબુક

UKના કાર્ડિફમાં ગુજરાતી ન્યુરોસર્જન ડૉ. ચિરાગ પટેલ (Doctor Chirag Patel)ને મહિલા દર્દી સાથે અનૈતિક સંબંધો અને નિયમ વિરુદ્ધ દવાઓ લખી આપવા બદલ 8 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Gujarat Top Stories Others Breaking News
UKમાં ગુજરાતી Doctor Chirag Patel 8 મહિના માટે સસ્પેન્ડ

Gujarat News: બ્રિટનમાંથી તબીબી વ્યવસાયને શર્મસાર કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. મૂળ ગુજરાતી અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ન્યુરોસર્જન ડૉ. ચિરાગ પટેલ (Doctor Chirag Patel)ને મહિલા દર્દી સાથે અનૈતિક સંબંધો બાંધવા અને નિયમો વિરુદ્ધ દવાઓ લખી આપવા બદલ બ્રિટનની મેડિકલ ટ્રિબ્યુનલ દ્વારા 8 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતી Doctor Chirag Patel પર UKમાં કાર્યવાહી

મળતી માહિતી મુજબ, ડૉ. ચિરાગ પટેલ (Doctor Chirag Patel) વેલ્સના કાર્ડિફ શહેરમાં આવેલી યુનિવર્સિટી હોસ્પિટલ ઑફ વેલ્સમાં ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2019 થી 2021 દરમિયાન એક મહિલા દર્દીની સારવાર કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન સામે આવ્યું કે સારવાર દરમિયાન દર્દીની માનસિક અને શારીરિક સ્થિતિ અત્યંત નાજુક હતી, ત્યારે ડૉક્ટરે વ્યાવસાયિક મર્યાદાઓનો ભંગ કરીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

બ્રિટનની જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) સમક્ષ ડૉ. ચિરાગ પટેલે (Doctor Chirag Patel) પોતાના વર્તન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. ટ્રિબ્યુનલમાં રજૂ થયેલી વિગતો અનુસાર, ડૉક્ટરે દર્દીને કેટલીક વ્યસનકારક અને નિયંત્રિત દવાઓ પણ લખી આપી હતી, પરંતુ તે અંગે અધિકૃત મેડિકલ રેકોર્ડમાં કોઈ નોંધ કરવામાં આવી નહોતી.

રિપોર્ટ મુજબ, મે 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન દર્દીને આપવામાં આવેલી દવાઓ અંગે નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત, ડૉક્ટર અને મહિલા દર્દી વચ્ચેના સંબંધોમાં બાદમાં તણાવ સર્જાયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

મહિલા દર્દીએ સમગ્ર ઘટનાની ફરિયાદ પોલીસ તેમજ કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડના મેડિકલ ડાયરેક્ટરને કરી હતી. ત્યારબાદ મામલો મેડિકલ ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હતો.

ટ્રિબ્યુનલએ પોતાના નિર્ણયમાં જણાવ્યું કે ડૉક્ટરે દર્દીની નાજુક પરિસ્થિતિનો લાભ લીધો હતો, જે તબીબી વ્યવસાયની આચારસંહિતા વિરુદ્ધ છે. આ મામલે કડક વલણ અપનાવીને ડૉ. ચિરાગ પટેલને 8 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:અમેરિકામાં Rape કેસમાં ગુજરાતી ડોક્ટર અમન પટેલને રાહત, આરોપ પડતાં મૂકાયા

આ પણ વાંચો:ગુજરાતી મૂળના ડોક્ટરે મહિલા દર્દીઓનું કર્યું શારીરિક શોષણ, અમેરિકામાં 2 વર્ષની જેલ

આ પણ વાંચો:MBBSની ઊંચી ફી, ડોક્ટર થવા આ વર્ષે વિદેશમાં 500 કરોડ ખર્ચશે ગુજરાતીઓ