Breaking News: અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કેસને લઈને નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ (Ashoksinh Chauhan)ની ધરપકડ બાદ ભારે હોબાળો સર્જાયો હતો. પોલીસ દ્વારા મીડિયા સમક્ષ આવવા ન દેતા નિવૃત્ત અધિકારીએ સ્થાનિક પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસ સ્ટેશનમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણને કાબૂમાં લેવા માટે જબરજસ્તી પકડીને લોકઅપમાં પૂર્યા હતા. ધરપકડ દરમિયાન પોલીસ અને નિવૃત્ત અધિકારી વચ્ચે ધક્કામુક્કીના દૃશ્યો પણ સામે આવ્યા હતા.
ફાયરિંગની ઘટના બાદ કાર્યવાહી
ગઈકાલે (27 મે) સાંજે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ જમીન દસ્તાવેજ અને ભાડાની રકમ પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.પોલીસે નિવૃત્ત અધિકારી પાસેથી હથિયાર કબજે કરી પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Ashoksinh Chauhanના દીકરા અને દીકરીની પણ ધરપકડ
ફાયરિંગ સમયે અશોકસિંહ ચૌહાણ (Ashoksinh Chauhan)નો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ (Siddharraj Singh Chauhan) અને તેમની પુત્રી પણ સ્થળ પર હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા બંનેની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પર જ લગાવ્યા ગંભીર આરોપ
નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે (Ashoksinh Chauhan) પોલીસ પર જ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, સ્થાનિક પોલીસની સાઠગાંઠથી તેમની માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડવામાં આવ્યા હતા.આક્ષેપો બાદ પોલીસ સ્ટેશનમાં હોબાળો સર્જાયો હતો અને પોલીસે તેમને મીડિયા સમક્ષ બોલતા અટકાવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં વિશેષ સુવિધાના આક્ષેપ
માહિતી મુજબ, સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આરોપી નિવૃત્ત DySPને વિશેષ સુવિધા આપવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો થયા છે. તેમને સામાન્ય લોકઅપમાં રાખવા બદલે સર્વેલન્સ સ્ક્વોડની AC ચેમ્બરમાં બેસાડવામાં આવ્યા હોવાની ચર્ચા છે.સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:વડોદરામાં બેદરકારી બની જીવલેણ: નિવૃત્ત DySPના પુત્રના મોત મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો
આ પણ વાંચો:વડોદરા કોર્પોરેશનની બેદરકારીથી ડ્રેનેજ હોલમાં ખાબકતા નિવૃત્ત DySPના પુત્રએ જીવ ગુમાવ્યો
આ પણ વાંચો:ગુજરાત પોલીસ અને IASમાં આગામી ફેરફારો: પ્રમોશન, બદલી અને નિવૃત્તિ
