રાશીભવિષ્ય (Aaj nu Rashifal)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.07-06-2026, રવિવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ અધિક જેઠ વદ સાતમ તિથિ છે, જે સવારે 03:25 સુધી (જૂન-08) વિદ્યમાન રહેશે. આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) છે અને નક્ષત્ર (Aaj nu Rashifal)ધનિષ્ઠા સવારે 07:57 સુધી માન્ય છે. આજનો યોગ વૈધૃતિ છે, જે સવારે 10:04 સુધી વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે 03:05 સુધી છે.
આજે પંચક પૂરા દિવસ અને રાત્રી દરમિયાન ચાલુ રહેશે, જ્યારે વિંછુડો આજે નથી.
સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ) રહેશે.
સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:23 વાગ્યે થશે. ચંદ્રોદય (Aaj nu Rashifal)રાત્રે 12:31 વાગ્યે (જૂન-08) અને ચંદ્રાસ્ત સવારે 11:37 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:11 થી 01:05 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 05:43 થી સાંજે 07:23 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે માતાજીને કમળનો હાર અર્પિત કરવો શ્રેષ્ઠ છે. સાતમ તિથિની સમાપ્તિ સવારે 03:25 વાગ્યે (જૂન-08) થશે.
તારીખ :- 07-06-2026, રવિવાર / અધિક જેઠ વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૭ |
| અમૃત | ૧૦:૫૭ થી ૧૨:૩૭ |
| શુભ | ૦૨:૧૮ થી ૦૪.૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૩ થી ૦૮:૪૩ |
| અમૃત | ૦૮:૪૩ થી ૧૦:૦૦ |
રાશિભવિષ્ય (Aaj nu Rashifal 7 જૂન 2026, રવિવાર)
મેષ (અ, લ , ઈ) :-
આજે મનની શાંતિ માટે ધ્યાન કરવાથી (Aaj nu Rashifal)સારો ફાયદો જણાશે.
તમારા નજીકના જ લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે, સાવધ રહેવું.
બિઝનેસ કે વેપારના ક્ષેત્રમાં અચાનક ભારે આર્થિક લાભ થશે.
કરિયર કે રોકાણને લગતા મહત્વના કાર્યોમાં ગંભીરતા રાખવી જરૂરી છે.
શુભ કલર – આસમાની
શુભ અંક – 2
વૃષભ (બ, વ, ઉ) :-
ભવિષ્યના આર્થિક ફાયદા(Aaj nu Rashifal) માટે આજે કોઈ નવું કાર્ય શરૂ થશે.
લાંબા સમયથી અટવાયેલું ધન અચાનક પાછું મળી શકે છે.
કાર્યક્ષેત્રે ધાર્યા પરિણામો મેળવવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે.
હાલના તબક્કે જોખમી કાર્યોમાં મોટું મૂડી રોકાણ કરવાથી બચવું.
શુભ કલર – પીળો
શુભ અંક – 7
મિથુન (ક, છ, ઘ) :-
પરિવાર કે મિત્રો સાથે ચાલી રહેલો કોઈ જૂનો વિવાદ આજે ઉકેલાઈ જશે.
માનસિક ચિંતાઓ દૂર થશે અને સમસ્યાઓનું યોગ્ય સમાધાન મળી શકશે.
દિવસનો થોડો સમય સારા પુસ્તકો વાંચવામાં પણ પસાર કરવો હિતાવહ છે.
સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો, જેનાથી માન-સન્માન વધશે.
શુભ કલર – ભગવો
શુભ અંક – 1
કર્ક (ડ , હ) :-
આસપાસનું વાતાવરણ કે વિચારો અચાનક નકારાત્મક બની શકે છે.
શારીરિક અને માનસિક રીતે તમારું (Aaj nu Rashifal)સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ રહેશે.
આજનો દિવસ ખૂબ જ કામનો અને વ્યસ્તતાથી ભરેલો સાબિત થશે.
ધનને લગતી અગાઉ બનાવેલી યોજનાઓ આજે સફળ થતી જણાશે.
શુભ કલર – સોનેરી
શુભ અંક – 6
સિંહ (મ , ટ) :-
કાર્યક્ષેત્રે અગાઉ કરેલી તમારી સખત મહેનત આજે રંગ લાવશે.
સામાજિક સ્તરે કે ઓફિસમાં કોઈ મોટું માન-સન્માન પ્રાપ્ત થશે.
ગ્રહદશા અનુકૂળ ન હોવાથી કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.
નાણાકીય બાબતોમાં કોઈની સાથે દગાબાજી થઈ શકે છે, સાવચેત રહેવું.
શુભ કલર – ભૂરો
શુભ અંક – 3
કન્યા (પ , ઠ, ણ) :-
વેપાર–ધંધાના ક્ષેત્રમાં મોટો ધન લાભ થવાના ઉત્તમ યોગ છે.
બિનજરૂરી ચર્ચાઓમાં ઉતરીને કોઈની સાથે વિવાદમાં પડશો નહીં.
નજીકના સંબંધી કે ઓફિસમાં સહકર્મચારી સાથે ઝઘડો થવાની સંભાવના છે.
તમારા વિરોધીઓ કે દુશ્મન આજે કાર્યોમાં (Aaj nu Rashifal)વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ કરશે.
શુભ કલર – આસમાની
શુભ અંક – 4
તુલા (ર , ત) :-
મિત્રો કે પરિવાર સાથે અચાનક પ્રવાસના સુંદર(Aaj nu Rashifal) યોગ બની રહ્યા છે.
બદલાતા હવામાન વચ્ચે સ્વાસ્થ્ય બાબતે પૂરતી સાવધાની રાખવી.
હાથમાં લીધેલા દરેક અઘરા કાર્યને સમયસર પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.
લાંબા સમયથી અટકેલા કાર્યોમાં આજે અદભુત સફળતા મળશે.
શુભ કલર – પીળો
શુભ અંક – 6
વૃશ્ચિક (ન, ય) :-
પરિવાર અને પ્રિયજનો સાથે આજનો દિવસ હાસ્ય-ખુશીમાં પસાર થશે.
ગુસ્સા અને તમારા આવેશ ઉપર કાબૂ (Aaj nu Rashifal)રાખવો અત્યંત જરૂરી છે.
રાજકીય કાર્યો સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે.
અંગત સંબંધો અને પ્રેમજીવનમાં પરસ્પર મધુરતા જળવાયેલી રહેશે.
શુભ કલર – ભૂખરો
શુભ અંક – 8
ધન (ભ, ધ, ફ, ઢ) :-
માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રભુ ભક્તિ કરવાથી મોટો ફાયદો થશે.
વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને આજે પરિવારને સારો સમય આપી શકશો.
ઘરના દરેક મહત્વના નિર્ણયોમાં પારિવારિક સભ્યોનો સંપૂર્ણ સહયોગ રહેશે.
આજે આખો દિવસ તમારું મન એકદમ(Aaj nu Rashifal) શાંત અને હળવાશ અનુભવશે.
શુભ કલર – લીલો
શુભ અંક – 3
મકર (ખ, જ) :-
કોઈ જૂના કે ખાસ મિત્ર તરફથી મોટો આર્થિક લાભ થવાના સંકેત છે.
આસપાસનું પારિવારિક વાતાવરણ એકદમ પોઝિટિવ અને સુખદ રહેશે.
અંદરથી અદભુત માનસિક સુખ-શાંતિ અને સંતોષનો અનુભવ થશે.
લાંબા સમયથી મનને પરેશાન કરતો કોઈપણ પ્રકારનો તણાવ દૂર થશે.
શુભ કલર – ભૂરો
શુભ અંક – 9
કુંભ (ગ, શ, સ, ષ) :-
અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારા નક્કી કરેલા લક્ષ્યથી ભટકી શકો છો.
મનમાં નકારાત્મકતા આવી શકે છે, જેનાથી એકલતાનો અનુભવ થશે.
આર્થિક મામલે અથવા પૈસાની લેવડ-દેવડમાં આજે વધારે સાવધાની જાળવવી.
કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લો અને સમજી-વિચારીને જ આગળ વધો.
શુભ કલર – નારંગી
શુભ અંક – 2
મીન (દ, ચ, ઝ, થ) :-
કાર્યક્ષેત્રે મળેલી મોટી સફળતા માટે આજે સન્માન કે ઈનામ મળી શકે છે.
લાંબા સમયથી અટકેલી સમસ્યાઓનું યોગ્ય અને કાયમી સમાધાન મળશે.
સુખ-સુવિધાના સાધનો પાછળ ખર્ચ થશે, ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે.
મિત્રો સાથે મનોરંજન અને મોજ-મસ્તીમાં પણ આજનો સમય સારો પસાર થશે.
શુભ કલર – પીળો
શુભ અંક – 4
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને અચાનક થશે મોટો નાણાકીય લાભ, જાણો કેવો રહેશે તમારો શનિવાર…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાકીય ફાયદો થઈ શકે છે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…












