રાશીભવિષ્ય (Aaj nu Rashifal)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.06-06-2026, શનિવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક વદ છઠ તિથિ છે, જે સવારે 02:45 સુધી (જૂન-07) વિદ્યમાન રહેશે. આજની રાશિ મકર (ખ, જ) છે (સાંજે 07:04 સુધી) અને નક્ષત્ર શ્રાવણ સવારે 06:02 સુધી માન્ય છે. આજનો યોગ ઐન્દ્ર છે, જે સવારે 10:05 સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે 02:01 સુધી છે.
આજે સાંજે 07:05 કલાકે પંચક બેસશે અને વિંછુડો આજે નથી.
સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે.
સૂર્યોદય સવારે 05:55 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:23 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 11:58 વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે 10:42 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 01:02 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 09:15 થી સવારે 10:57 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો શ્રેષ્ઠ છે. છઠ તિથિની સમાપ્તિ સવારે 02:45 વાગ્યે (જૂન-07) થશે.
તારીખ :- ૦૬-૦૬-૨૦૨૬, શનિવાર / જેઠ અધિક વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા:
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
| લાભ | ૦૨:૧૯ થી ૦૪:૦૦ |
| અમૃત | ૦૪:૦૦ થી ૦૫:૪૦ |
રાત્રીના ચોઘડિયા:
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૩ થી ૦૮:૪૦ |
| શુભ | ૧૦:૦૦ થી ૧૧:૧૯ |
| અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૩૦ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 6 જૂન 2026, શનિવાર)
મેષ (અ, લ , ઈ) :-
બિનજરૂરી અને ખોટો ખર્ચ તાત્કાલિક(Aaj nu Rashifal) બંધ કરવો.
તમારા દરેક કાર્યમાં સંપૂર્ણ ઈમાનદાર રહો.
લાંબા સમયની કોઈ મોટી સમસ્યાનું સમાધાન મળશે.
કોઈની નજર ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું.
શુભ કલર – આસમાની
શુભ અંક – 8
વૃષભ (બ, વ, ઉ) :-
વિચાર્યા વગર કોઈને પણ મોટું વચન આપવું નહિ.
નાણાકીય બાબતોમાં અત્યારે(Aaj nu Rashifal) ખોટું સાહસ કરવું નહિ.
સંતાન પક્ષ અથવા બાળક તરફથી મોટો ફાયદો થાય.
તમારા ચંચળ મનને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.
શુભ કલર – પીળો
શુભ અંક – 6
મિથુન (ક, છ, ઘ) :-
કોઈની વાતોથી તમારી લાગણીને ઠેસ પહોંચી શકે છે.
અગાઉ બચાવેલું ધન આજે કોઈ મહત્વના કામમાં આવશે.
કોઈ ખાસ વ્યક્તિ જોડે અણગમો (Aaj nu Rashifal)થવાની સંભાવના છે.
વાણી પર સંયમ રાખવો અને ખોટી દલીલબાજી ન કરવી.
શુભ કલર – જાંબલી
શુભ અંક – 4
કર્ક (ડ , હ) :-
અન્ય લોકો પાછળ બિનજરૂરી ખર્ચ(Aaj nu Rashifal) કરવાનું ટાળો.
ઘરમાં આજે કેટલાક નાના–મોટા ફેરફાર થઈ શકે છે.
કાર્યક્ષેત્રે કે પરિવારમાં કોઈ નવી મોટી જવાબદારી મળશે.
તમારી કોઈ જૂની પ્રોપર્ટી કે વસ્તુ સારી કિંમતમાં વેચાશે.
શુભ કલર – લીલો
શુભ અંક – 2
સિંહ (મ , ટ) :-
ભૂતકાળનું કોઈ ખાસ વ્યક્તિ અચાનક સંપર્કમાં આવી શકે.
પરિવાર કે મિત્રો સાથે આજનો દિવસ યાદગાર બનશે.
મનમાં અચાનક તમારા વતનની યાદો તાજી થશે.
બદલાતા હવામાનમાં સ્વાસ્થ્યનું વિશેષ સંભાળવું.
શુભ કલર – ભૂરો
શુભ અંક – 1
કન્યા (પ , ઠ, ણ) :-
પરિવાર સાથે નવા કપડા કે વસ્તુઓની ખરીદી થાય.
અગાઉ કરેલા આર્થિક રોકાણથી સારો ફાયદો થશે.
મનની હતાશા કે ઉદાસી ચહેરા પર ન આવવા દો.
ઓફિસ કે બિઝનેસમાં કામનું દબાણ ઘણું વધી શકે છે.
શુભ કલર – રાતો
શુભ અંક – 6
તુલા (ર , ત) :-
આવક સારી રહેવા છતાં હાથમાં ધન ટકે નહિ.
કોઈ વડીલના છૂપા આશીર્વાદ આજે મુશ્કેલીમાં કામ આવશે.
કરિયરને લઈને કોઈ મહત્વનો અને મજબૂત નિર્ણય લેશો.
દરેક પરિસ્થિતિમાં આજે થોડા વિચારશીલ બનો.
શુભ કલર – પોપટી
શુભ અંક – 9
વૃશ્ચિક (ન, ય) :-
રસ્તા પર વાહન કે સાધન ચલાવતા પૂરતું ધ્યાન રાખવું.
બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સમસ્યામાં બેદરકારી ન રાખવી.
જીવનસાથી કે મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો.
સંબંધોમાં પરસ્પર ભાવનાત્મક નિકટતા અને પ્રેમ વધશે.
શુભ કલર – સફેદ
શુભ અંક – 3
ધન (ભ, ધ, ફ, ઢ) :-
મનની જૂની નિરાશા કે નકારાત્મકતામાંથી બહાર નીકળો.
તમારા અધૂરા સ્વપ્ન સાકાર કરવા માટે વધુ મહેનત કરો.
પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ ઉત્તમ અને મધુર રહેશે.
પારિવારિક વાતાવરણ એકદમ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
શુભ કલર – સોનેરી
શુભ અંક – 6
મકર (ખ, જ) :-
કોઈની પણ ઈર્ષા કે પીઠ પાછળ નિંદા કરવી નહિ.
આજે લીધેલા નિર્ણયોથી તમારું ભવિષ્ય સારું બનશે.
મન પર નકારાત્મક વિચારોને બિલકુલ હાવી ન થવા દો.
વાતાવરણના કારણે એલર્જી અને ખાંસીની(Aaj nu Rashifal) સમસ્યા પરેશાન કરશે.
શુભ કલર – કાળો
શુભ અંક – 7
કુંભ (ગ, શ, સ, ષ) :-
વેપાર કે વ્યવસાયના વિકાસ માટે મજબૂત નિર્ણયો લેશો.
કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સચોટ અંગત માર્ગદર્શન મળશે.
નકામા અને વ્યર્થ વિવાદોમાં તમારો કિંમતી સમય ન બગાડો.
આજે વેપારના કામમાં નાનું–મોટું આર્થિક (Aaj nu Rashifal)નુકસાન થઈ શકે.
શુભ કલર – લાલ
શુભ અંક – 7
મીન (દ, ચ, ઝ, થ) :-
લાંબા સમયથી અટવાયેલી કોઈ મહત્વની વાત આજે ઉકેલાશે.
મનપસંદ કે ધારેલી વ્યક્તિ સાથે અચાનક મિલન થાય.
ઓફિસ કે બિઝનેસના નવા પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી શકે.
પૈસાની લેવડ-દેવડ પૂરતી સાવચેતીપૂર્વક(Aaj nu Rashifal) કરવી હિતાવહ છે.
શુભ કલર – ક્રીમ
શુભ અંક – 1
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન મુશ્કેલીમાં જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…












