Entertainment News : મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને OTT પ્લેટફોર્મની જાણીતી અભિનેત્રી પ્રિયા બાપટે (Priya Bapat)પોતાના કરિયરના શરૂઆતના દિવસોનો એક અસહજ અનુભવ જાહેર કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને કિસિંગ સીન (Kissing Scene) માટે સંમતિ આપ્યા બાદ પણ તેના કો-સ્ટારે મર્યાદા ઓળંગી હતી.
પ્રિયા બાપટે (Priya Bapat) જણાવ્યું કે ફિલ્મમાં માત્ર એક જ કિસિંગ સીન હતો
પ્રિયા બાપટે (Priya Bapat) જણાવ્યું કે ફિલ્મમાં માત્ર એક જ કિસિંગ સીન હતો અને તે સીનને લઈને શરૂઆતથી જ તેને સંકોચ અનુભવાતો હતો. તેના મતે પ્રશ્ન કિસિંગ સીન કરવાનો નહોતો, પરંતુ વાર્તામાં તેની જરૂરિયાત અને યોગ્યતા અંગે હતો. અનેક ચર્ચાઓ બાદ તેણે સીન માટે સંમતિ આપી હતી.
અભિનેત્રીના જણાવ્યા મુજબ, બાદમાં ગીતના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર વારંવાર ઇમ્પ્રુવાઇઝેશનના નામે તેને કિસ કરવાનો પ્રયાસ કરતો રહ્યો. તે સમયે તે નવી હતી અને પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે અસમંજસમાં હતી, જેના કારણે તે તરત જ વિરોધ વ્યક્ત કરી શકી નહોતી.

પ્રિયા બાપટે (Priya Bapat) વધુમાં જણાવ્યું કે શૂટિંગ દરમિયાન બંને એક જ હોટલમાં રોકાયા હતા. અલગ રૂમ હોવા છતાં અભિનેતા સતત મેસેજ કરતો, સ્વિમિંગ શીખવવા, ડિનર અને બ્રેકફાસ્ટ માટે આમંત્રણ આપતો રહેતો હતો. જોકે, તેણે દરેક વખત ના પાડી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પ્રિયા દરરોજ પોતાના પતિ ઉમેશ કામત સાથે વાત કરીને સ્થિતિ અંગે માહિતગાર કરતી હતી. બાદમાં ઉમેશ શૂટિંગ લોકેશન પર પહોંચ્યા હતા અને થોડા દિવસો સુધી તેની સાથે રહ્યા હતા.
અભિનેત્રીએ જણાવ્યું કે તેના લાંબા કરિયરમાં આ પ્રકારનો અનુભવ માત્ર એક જ વખત થયો હતો. પ્રિયા બાપટે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી અને ‘મુન્નાભાઈ MBBS’ સહિત અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. મરાઠી સિનેમામાં તેના યોગદાન માટે તેને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયા છે.
