Entertainment News/ આકાંક્ષા ચમોલાના ઇન્ટિમેટ સીન વાળા આરોપ પર કુનવર અમરનો વળતો પ્રહાર, કહ્યું- બધું જ જુઠ્ઠું છે

વેબ સીરીઝના પ્રમોશન દરમિયાન ઇન્ટિમેટ સીનને લઈને આકાંક્ષા ચમોલાએ લગાવેલા આરોપો પર અભિનેતા કુનવર અમરે (Kunwar Amar)પહેલીવાર મૌન તોડીને મોટો ખુલાસો કર્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Entertainment
Kunwar Amar

Kunwar Amar on Akanksha Chamola: ટીવી સીરિયલ ‘અનુપમા’ ફેમ ગૌરવ ખન્નાની પત્ની અને અભિનેત્રી આકાંક્ષા ચમોલાના એક જૂના નિવેદન પર કો-એક્ટર કુનવર અમરે મહિનાઓ પછી પોતાની ચુપકીદી તોડી છે. વેબ સીરીઝ ‘દિલ ધોખા ઔર ડિઝાયર’ ના પ્રમોશન દરમિયાન આકાંક્ષાએ એવો આક્ષેપ કર્યો હતો કે ઇન્ટિમેટ સીન અથવા સિક્વન્સ વખતે તેનો કો-સ્ટાર (કુનવર અમર) ઘણો એક્સાઇટેડ થઈ ગયો હતો, જેના કારણે તે પોતે ઘણો અનકમ્ફર્ટેબલ અનુભવી રહી હતી. આ વિવાદ પર હવે કુનવર અમરે આકાંક્ષાના દાવાઓને સદંતર ખોટા ગણાવી નારાજગી વ્યક્ત કરી છે.

Kunwar Amar

બધું જ પ્લાનિંગ મુજબ હતું, કંઈ અચાનક નહોતું થયું

એક ન્યૂઝ પોર્ટલ સાથેની તાજેતરની વાતચીતમાં કુનવર અમરે(Kunwar Amar) જણાવ્યું કે, “જ્યારે આ વિવાદ સામે આવ્યો ત્યારે મને ગુસ્સો ઓછો પણ નિરાશા વધુ થઈ હતી. એક મિત્ર તરીકે મને આકાંક્ષા પાસેથી આવી બિલકુલ અપેક્ષા નહોતી. પ્રમોશન દરમિયાન જે પણ કંઈ થયું તે બધું જ અગાઉથી નક્કી કરેલી પ્લાનિંગ અને સ્ક્રિપ્ટનો એક ભાગ હતું. સેટ પર ચેનલના હેડે અમને પહેલા જ પૂછ્યું હતું કે, શું સીન ટેલિકાસ્ટ થયા પછી અને પ્રેસના સવાલો બાદ તમે એક નાનકડો એક્ટ (પરફોર્મન્સ) લાઈવ કરી શકો? આ બધું જાણી-જોઈને કરવામાં આવ્યું હતું, કંઈ પણ અચાનક નહોતું ઘણું.”

નાની ક્લિપ વાયરલ કરીને ખોટો જજ કરાયો

કુનવર અમરે (Kunwar Amar) આગળ સફાઈ આપતા કહ્યું કે, આકાંક્ષાએ પોતે જ પહેલા કહ્યું હતું કે તેની ડ્રેસ હેવી હોવાથી તે વધુ મૂવમેન્ટ નહીં કરી શકે, તેથી અમે સાથે મળીને એક ચોક્કસ પોઝ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ મને સમજાતું નથી કે આ વસ્તુ આટલી કેમ બેકફાયર થઈ ગઈ! એ આખા પોર્શનમાંથી એક નાની એવી ક્લિપ કાપીને તેને સ્લો-મોશનમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી, જેના લીધે અમને ખૂબ જ મિસ-જજ કરવામાં આવ્યા.

Kunwar Amar

આકાંક્ષા સાથે સારી મિત્રતા હતી એટલે દુઃખ થયું: Kunwar Amar

કુનવર અમરે(Kunwar Amar) વધુમાં ઉમેર્યું કે, “કામ દરમિયાન અમે ખૂબ સારા મિત્રો બની ગયા હતા. અમે વાતો અને ખાવાનું પણ શેર કરતા હતા. આકાંક્ષા પરિણીત છે, તેથી હું શરૂઆતમાં શાંત રહ્યો કારણ કે મને લાગ્યું કે કદાચ તેની કોઈ પર્સનલ પ્રોબ્લેમ હશે. જ્યારે લોકો તેના કેરેક્ટર પર આંગળી ઉઠાવી રહ્યા હતા, ત્યારે મેં મારા દરેક પોડકાસ્ટમાં તેની સફાઈ આપીને તેનો પક્ષ લીધો હતો. પરંતુ જ્યારે તેના જ મોઢેથી મારા વિરુદ્ધ આવી પાયાવિહોણી વાતો સાંભળવા મળી, ત્યારે મને ઘણું જ દુઃખ થયું હતું.” ઉલ્લેખનીય છે કે, આ બંનેની સિરીઝ ‘દિલ ધોખા ઔર ડિઝાયર‘ શેમારૂ મી (ShemarooMe) પર સ્ટ્રીમ થઈ રહી છે.


આ પણ વાંચો:લલિત મોદીએ વર્ષો બાદ તોડ્યું મૌન, સુષ્મિતા સેનને ‘ગોલ્ડિગર’ કહેવા પર આપ્યો જોરદાર જવાબ

 આ પણ વાંચો:બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનના માતાના ઘરે ચોરી, કેરટેકરે ઉઠાવ્યા ₹25 લાખના દાગીના?

આ પણ વાંચો:શાનદાર જીત બાદ અનુષ્કા શર્માએ શેર કરી વિરાટ કોહલીના સેલિબ્રેશનની ખાસ ઝલક