Breaking News: સુરત શહેર ફરી એકવાર હત્યા (Surat Double Murder)ની ઘટનાથી હચમચી ઊઠ્યું છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં બે યુવાનોની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ભય અને શોકનો માહોલ સર્જાયો છે. મૃતકોની ઓળખ 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી તરીકે થઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, બંને મિત્રો અન્ય સાથીઓ સાથે ચા પીવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.
Surat Double Murder: 10થી 15 યુવકોએ કર્યો હુમલો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ઝઘડો વધતાં 10થી 15 જેટલા યુવકો એકઠા થયા હતા અને તેમણે તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલા (Surat Double Murder) દરમિયાન હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળીને ચપ્પુના ગંભીર ઘા મારવામાં આવ્યા હતા.હુમલા બાદ બંને યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓના કારણે ટૂંકી સારવાર દરમિયાન બંને યુવાનોના મોત (Surat Double Murder) નિપજ્યા હતા.આ ઘટનાથી મૃતકોના પરિવારોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પરિવારજનો અને મિત્રવર્તુળમાં આ સમાચારથી દુઃખનો માહોલ સર્જાયો છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં સિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ અને ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ આસપાસના CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની જાહેરમાં હત્યા, ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો:સુરતમાં હત્યાના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’
આ પણ વાંચો:સુરત પોલીસે 24 વર્ષથી ભાગતા ફરતા હત્યાના આરોપીને ઝડપ્યો
