Vadodara News/ વડોદરામાં બહુચરાજી ખાડી બંધ થતાં ચિંતા, કારેલીબાગમાં પાણી ભરાવાનો ખતરો; કોન્ટ્રાક્ટરને તંત્રનું અલ્ટીમેટમ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી બહુચરાજી ખાડી (Bahucharaji Khadi Vadodara)માં વરસાદી પાણીનો વહેણ અવરોધાતા પાણી ભરાવાનો ખતરો ઊભો થયો છે. તંત્રે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કાર્યવાહી માટે અલ્ટીમેટમ આપ્યું છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Bahucharaji Khadi Vadodara:કારેલીબાગ માટે ખતરાની ઘંટી, વરસાદી પાણીનો રસ્તો બંધ

Vadodara News: વડોદરામાં ચોમાસાની શરૂઆત પહેલાં જ વરસાદી પાણીના નિકાલને લઈને મહત્વનો મુદ્દો સામે આવ્યો છે. વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલી બહુચરાજી ખાડી (Bahucharaji Khadi Vadodara)માં પાણીના કુદરતી વહેણને અવરોધવામાં આવતા કારેલીબાગ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Bahucharaji Khadi Vadodara:વરસાદ પહેલાં તંત્ર એક્શનમાં

મળતી માહિતી મુજબ, બહુચરાજી ખાડી (Bahucharaji Khadi Vadodara) પર આવેલા બ્રિજના વિસ્તરણ (વાઇડનિંગ)નું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાં માટી ભરીને અસ્થાયી રસ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે વરસાદી પાણીના વહેણમાં અવરોધ સર્જાયો છે અને પાણીની અવરજવર પર અસર પડી રહી છે.

મામલો તંત્રના ધ્યાન પર આવતા વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation)ના એક્ઝિક્યુટિવ ઈજનેર પ્રશાંત જોશી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પાણીનો વહેણ પૂર્વવત કરવા સૂચના આપી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિજના વિસ્તરણનું કામ 10 જૂન પહેલાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર અવરોધ દૂર કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન કારેલીબાગ સહિત આસપાસના વિસ્તારોમાં ગંભીર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

ચોમાસું નજીક આવતાં મહાનગરપાલિકા દ્વારા સમગ્ર કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી પાણીના નિકાલમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે અને નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી પગલાં ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક રહેવાસીઓ પણ તંત્ર પાસેથી ઝડપી કાર્યવાહી અને ખાડી (Bahucharaji Khadi Vadodara)નો કુદરતી વહેણ વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, વડોદરાના વિકાસે ઉભી કરી ચિંતા

આ પણ વાંચો:વડોદરા ગેગરેપ કેસમાં પિડીતાના વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવાયેલા ફોનની શોધ ચાલુ

આ પણ વાંચો:વડોદરામાં આજે શાળાઓમાં અપાઈ રજા, વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સંભાવના