Vadodara News: વડોદરા જિલ્લાના ઉદલપુર અને જાનીપુરા ગામોના ગ્રામજનોએ વિસ્તારમાં ચાલી રહેલા બ્લાસ્ટિંગ (Blasting Protest)ના કારણે વધી રહેલી ચિંતાને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સતત થતા ભારે ધડાકા, ધૂળના ગોટેગોટા અને જમીનમાં અનુભવાતા કંપનના કારણે લોકોના જીવન અને સંપત્તિ પર ગંભીર અસર પડી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ બ્લાસ્ટિંગ (Blasting Protest)ના કારણે અનેક મકાનોમાં તિરાડો પડવાની ભીતિ ઊભી થઈ છે. સાથે જ ગામની પાણીની ટાંકી, શાળા, ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર મિલકતોની સુરક્ષા અંગે પણ લોકોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે.
Blasting Protest :બ્લાસ્ટિંગની તપાસ માટે કલેક્ટરને રજૂઆત
ગ્રામજનોએ માંગ કરી છે કે સરકારી વિભાગો દ્વારા સંપૂર્ણ માપણી અને તકનિકી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લાસ્ટિંગ (Blasting Protest)ની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. તેઓએ સંબંધિત કંપની અથવા સંચાલકો પાસે જરૂરી ATR સહિતની તમામ મંજૂરીઓ છે કે નહીં તેની પણ વિગતવાર તપાસ કરવાની માંગ કરી છે.
આવેદનમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર પડી રહેલી અસરનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સતત ઉડતી ધૂળ અને કંપનના કારણે વૃદ્ધો, બાળકો અને અન્ય રહેવાસીઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી પર્યાવરણ સંબંધિત નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની પણ તપાસ થવી જરૂરી હોવાનું જણાવ્યું છે.
સ્થાનિકોએ વધુમાં માંગ કરી છે કે જો તપાસ દરમિયાન કોઈપણ પ્રકારનું ગેરકાયદે ખનન, અનધિકૃત બ્લાસ્ટિંગ અથવા નિયમોના ઉલ્લંઘન સામે આવે તો જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
આ મામલે ગ્રામજનોએ મામલતદાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), જિલ્લા કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર વિસ્તારના લોકો તંત્રના નિર્ણય પર નજર રાખી રહ્યા છે અને બ્લાસ્ટિંગની કામગીરી બંધ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યો 85 મીટર ઉંચો કુલિંગ ટાવર, જુઓ કેવો આંખના પલકારે થયો ધરાશાયી
આ પણ વાંચો:તાપી જિલ્લાના આ તાલુકાની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં, રજૂઆત કરવા છતાં…
