Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. યમુનાજી નગર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ પત્નીના ચારિત્ર્ય અંગેની શંકાને પગલે પોતાની પત્નીની હત્યા (Halol Murder Case) કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના દરમિયાન ઘરમાં હાજર બે માસૂમ બાળકો પોતાની માતાને બચાવવા અસમર્થ રહ્યા અને તેમની નજર સામે જ માતાએ જીવ ગુમાવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પતિને પત્ની અને તેના એક સગા સંબંધીએ વચ્ચે નજીકના સંબંધો હોવાની શંકા હતી. આ દરમિયાન મોબાઇલ ફોનમાં થયેલી કેટલીક વાતચીત અને મેસેજોને લઈને બંને વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. ઘટનાના દિવસે પણ આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
Halol Murder Case:શંકાએ લીધો જીવ
પોલીસના પ્રાથમિક તારણો મુજબ, ઘરમાં થયેલા ઝઘડા બાદ આરોપીએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત (Halol Murder Case) થયું હતું. સમગ્ર ઘટના ઘરના રૂમમાં બની હતી અને તે સમયે બંને બાળકો પણ ઘરમાં હાજર હતા.
ઘટના બાદ આરોપી પોતે જ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તેમજ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. ઘટનાસ્થળેથી વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે જેથી સમગ્ર ઘટનાક્રમની સચોટ તપાસ થઈ શકે.
હાલોલ ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા (Halol Murder Case)નો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે, જ્યારે બાળકોની હાજરીમાં બનેલી આ દુર્ઘટનાએ લોકોને ભાવુક બનાવી દીધા છે.
આ પણ વાંચો:33 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો મુંબઈ પોલીસે, પત્ની હત્યા કરનાર કઈ રીતે પકડાયો ક્રૂર પતિ
આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા
