Gujarat Weather Update/ ગુજરાતમાં ડબલ ઋતુનો ચમકારો: 42°Cથી વધુ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે હવામાન.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gujarat Weather Update:અમદાવાદમાં 42.8°C પારો, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ અનોખી હવામાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં એક તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

હવામાન (Gujarat Weather Update) નિષ્ણાતોના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત સુરત, નર્મદા, અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા છે. દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

ગરમીનો પ્રકોપ હજુ યથાવત

વરસાદની આગાહી છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને બફારાનો માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Weather Update: અમદાવાદ બન્યું સૌથી ગરમ શહેર

તાજેતરમાં નોંધાયેલા તાપમાનના આંકડા મુજબ અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, ગાંધીનગર અને ભાવનગરમાં 42.1 ડિગ્રી, રાજકોટમાં 41.2 ડિગ્રી, વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી અને અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ઉત્તર ગુજરાતના ડીસામાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી અને સુરતમાં 35.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

રાહત કે વધશે બફારો?

હાલ લોકો ગરમી અને બફારાથી પરેશાન છે. આવા સમયે વરસાદની સંભાવના લોકોને ગરમીથી આંશિક રાહત આપી શકે છે. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ બાદ ભેજનું પ્રમાણ વધતા બફારો વધુ અનુભવાઈ શકે છે. આગામી (Gujarat Weather Update) દિવસોમાં હવામાનની સ્થિતિ પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, અનેક શહેરોમાં પારો 42 ડિગ્રી નજીક

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

આ પણ વાંચો:ગુજરાતમાં 11 જૂન બાદ વરસાદી માહોલ જમશે, હાલ ગરમી અને વાદળછાયું વાતાવરણ યથાવત