Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ લાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન (Jetpar Farmers Protest)ને હવે નવું રાજકીય અને સામાજિક પરિમાણ મળ્યું છે. ખેડૂતોની લડતને સમર્થન આપવા માટે રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયા ( Kanti Amrutiya )ના સગા ભાઈ રાકેશ અમૃતિયા (Rakesh Amrutiya) ખુદ મેદાનમાં ઉતરતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
Jetpar Farmers Protest: જેતપરમાં વીજ લાઈન વિવાદ ઉગ્ર
જેતપર ગામમાં આયોજિત રામધુન કાર્યક્રમ દરમિયાન રાકેશ અમૃતિયા (Rakesh Amrutiya)એ ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતો (Farmers)ને યોગ્ય અને ન્યાયસંગત વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન (Jetpar Farmers Protest) ચાલુ રહેશે. તેમના નિવેદન બાદ આંદોલનકારીઓમાં નવી ઊર્જા જોવા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન રાકેશ અમૃતિયાએ જણાવ્યું કે હવે તેમની લડત કોઈ વ્યક્તિ કે પરિવાર વિરુદ્ધ નથી, પરંતુ પોતાના ગામ અને ખેડૂતોના હિત માટે છે. સોશિયલ મીડિયા પર તેમના ભાષણના વીડિયો પણ વ્યાપક ચર્ચાનો વિષય બન્યા છે.
બીજી તરફ, આજે જેતપરની મુલાકાતે આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani )એ પણ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી હતી. તેમણે સરકાર અને સંબંધિત કંપનીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગુજરાતમાં વીજ ઉત્પાદનની પૂરતી ક્ષમતા હોવા છતાં ખેડૂતોની જમીન પર વધારાનો બોજ મૂકવામાં આવી રહ્યો છે.
મેવાણીએ 2013ના જમીન સંપાદન કાયદાનો ઉલ્લેખ કરતા ખેડૂતોને બજાર કિંમતના ચાર ગણા સુધી વળતર મળવું જોઈએ તેવી માંગ કરી હતી. સાથે જ તેમણે ખેડૂતો સામે કથિત પોલીસ દમન અને દબાણની પણ ટીકા કરી હતી.
ખેડૂતોના આગેવાનોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ સ્તરે ચર્ચા અને બેઠકઓ યોજાઈ હતી. જોકે, ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન (Jetpar Farmers Protest) પાછું ખેંચવામાં આવશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આંદોલન સમાપ્ત કરવા માટે કેટલાક પ્રયાસો થયા હોવાની ચર્ચા છે, પરંતુ ખેડૂત આગેવાનોએ પોતાની માંગણીઓ પર અડગ રહેવાનો નિર્ણય કર્યો છે.
હાલ જેતપર ગામ અને આસપાસના વિસ્તારોમાં વીજ લાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને સંબંધિત તંત્ર વચ્ચેનો વિવાદ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. આગામી દિવસોમાં આંદોલન (Jetpar Farmers Protest) વધુ ઉગ્ર બને છે કે સમાધાન તરફ આગળ વધે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે, ખેડૂતો કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ફરી રસ્તા પર ઉતરશે
આ પણ વાંચો:ખેડૂત આંદોલનનાં 19માં દિવસે ગુજરાતનાં તાત સહિત કેજરીવાલ પણ કરશે ઉપવાસ
