Ahmedabad News: અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી SS ડિવાઇન સ્કૂલ (SS Divine School Ahmedabad) ફરી એકવાર ચર્ચામાં આવી છે. શાળાના વર્તમાન સંચાલકોએ પૂર્વ વહીવટ સંભાળનારી સંસ્થા અને તેના સંચાલક સામે ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે. આક્ષેપ છે કે શાળાના મહત્વપૂર્ણ દસ્તાવેજો, કોમ્પ્યુટર અને વિદ્યાર્થીઓના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) સહિતનો રેકોર્ડ ગેરરીતે લઈ જવામાં આવ્યો છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
શું છે સમગ્ર મામલો?
માહિતી અનુસાર, સહજાનંદ ટ્રસ્ટ દ્વારા અગાઉ કરાર આધારે શાળા (SS Divine School Ahmedabad)નો વહીવટ એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સોંપવામાં આવ્યો હતો. બાદમાં શાળામાં કથિત રીતે ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા હોવાની ફરિયાદો સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટે શાળાનો વહીવટ ફરી પોતાના હાથમાં લીધો હતો.
SS Divine School Ahmedabad:પૂર્વ સંચાલક સામે શું આક્ષેપ?
ટ્રસ્ટના જણાવ્યા મુજબ, વહીવટ પરત લીધા બાદ પૂર્વ સંચાલક અને તેમની ટીમ દ્વારા શાળા (SS Divine School Ahmedabad)ના અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો પોતાની સાથે લઈ જવામાં આવ્યા હતા. તેમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓના LC, શૈક્ષણિક રેકોર્ડ, કોમ્પ્યુટર ડેટા અને અન્ય વહીવટી દસ્તાવેજોનો સમાવેશ થાય છે.ટ્રસ્ટનો દાવો છે કે આ સમગ્ર ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મુદ્દે સોલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર અરજી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પર શું અસર?
આ ઘટનાના કારણે ખાસ કરીને ધોરણ-10ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. LC અને અન્ય જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી આગળના શૈક્ષણિક પ્રવેશ અને અન્ય પ્રક્રિયાઓ અટવાઈ ગઈ છે.
પોલીસ તપાસ શરૂ
પોલીસે અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર ઘટનાની સત્યતા, જવાબદારી અને સંભવિત કાનૂની કાર્યવાહી અંગે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો:સ્કૂલ વેકેશન મુદ્દે વિવાદ, ખાનગી-સરકારી સ્કૂલો આમને સામને
આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, 7.31 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મામલે DEOની કડક નોટિસ
આ પણ વાંચો:પહેલા ફી ભરો, પછી પરીક્ષા’ અમદાવાદ વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ, સ્કૂલમાં વાલીઓનો હોબાળો
