Gir Somnath News/ ગીર સોમનાથમાં સિંહો સાથે સેલ્ફીનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં યુવાન સિંહો (Lion)ની નજીક ઉભો રહી મોબાઇલ ફોનથી વીડિયો બનાવતો જોવા મળે છે

Gujarat Others
ગીરગઢડા તાલુકાના શાણાવાકિયા ગામે એક યુવાને તળાવ નજીક બેઠેલા બે સિંહો (Lion)ની ખૂબ નજીક જઈ સેલ્ફી અને વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે

ગીર સોમનાથમાં સિંહો સાથે સેલ્ફીનો વીડિયો વાયરલ, વન વિભાગે શરૂ કરી કાર્યવાહી

Gir Somnath News : ગીર સોમનાથ (Gir Somnath)જિલ્લામાં ફરી એકવાર વન્યજીવો સાથે જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગીરગઢડા તાલુકાના શાણાવાકિયા ગામે એક યુવાને તળાવ નજીક બેઠેલા બે સિંહો (Lion)ની ખૂબ નજીક જઈ સેલ્ફી અને વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

વાયરલ વીડિયોમાં યુવાન સિંહો (Lion)ની નજીક ઉભો રહી મોબાઇલ ફોનથી વીડિયો બનાવતો જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વધુ વ્યૂઝ અને રીલ્સની દોડમાં યુવાધન પોતાની તેમજ વન્યજીવોની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું હોવાની ચર્ચા ફરી તેજ બની છે.

વન વિભાગ (Forest Department)ના નિયમો અનુસાર સિંહો સહિત કોઈપણ વન્યજીવની નજીક જઈ ફોટોગ્રાફી, સેલ્ફી અથવા વીડિયો બનાવવો ગેરકાયદેસર માનવામાં આવે છે. આવી હરકતથી પ્રાણીઓ ઉશ્કેરાઈ શકે છે અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વીડિયોમાં દેખાતા યુવાનની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે.

વન વિભાગ (Forest Department)દ્વારા વારંવાર લોકોને વન્યજીવો પાસેથી સુરક્ષિત અંતર જાળવવા અને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે. તેમ છતાં સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવાની લાલચમાં કેટલાક લોકો કાયદાની અવગણના કરતા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે.

નિષ્ણાતોના મતે વન્યજીવો સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી લોકો સાવચેતી રાખે અને વન વિભાગના માર્ગદર્શકોનું પાલન કરે તે જરૂરી છે.


આ પણ વાંચો : સાસણ-ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની થઈ ઉજવણી

આ પણ વાંચો : સિંહણના જડબામાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી-ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી 

આ પણ વાંચો :ગીર સોમનાથમાં દીપડાએ 5 વર્ષની બાળકીને ફાડી ખાધી