Italy PM Meloni Praised Pakistan 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષો જૂની દુશ્મની ભૂલાવીને જે ઐતિહાસિક શાંતિ સમજૂતી (MOU) થઈ છે, તેના પડઘા હવે આખી દુનિયામાં પડી રહ્યા છે. આ મહાડીલ પાછળ કતારની સાથે પાકિસ્તાને ભજવેલી મોટી મધ્યસ્થની (વચેટિયાની) ભૂમિકાની વૈશ્વિક સ્તરે જોરદાર પ્રશંસા થઈ રહી છે. હવે આ કૂટનીતિક સફળતા બદલ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Giorgia Meloni) સત્તાવાર રીતે પાકિસ્તાન અને કતારનો દિલથી આભાર માન્યો છે. મેલોની ઉપરાંત ફ્રાન્સ, જર્મની અને બ્રિટન (UK) જેવા શક્તિશાળી યુરોપિયન દેશોના નેતાઓએ પણ પાકિસ્તાનની આ ભૂમિકાને બિરદાવી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટેડ કૂટનીતિક આભાર(Meloni)
ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ (Meloni) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે:
અમે ફ્રાન્સ, જર્મની અને યુનાઇટેડ કિંગડમ સાથે મળીને તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારનું દિલથી સ્વાગત કરીએ છીએ.
આ અશક્ય લાગતા કરારને સફળ અને શક્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ દેશોના અમે આભારી છીએ, ખાસ કરીને કતાર અને પાકિસ્તાનનો જેમની સતત રાજદ્વારી મધ્યસ્થતાના લીધે આ ડીલ ફાઇનલ થઈ શકી છે.
આ શાંતિની મોટી તક છે, તેને ગુમાવવી ન જોઈએ
મેલોનીએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર ભાર મૂકતા બે ટૂંક વાત કરી છે કે, આ એક એવી ઐતિહાસિક તક છે જેને કોઈપણ કાળે હાથમાંથી જવા દેવાય નહીં. ઈટાલી કાયમી શાંતિ માટેની તમામ કૂટનીતિક પ્રક્રિયાઓને સપોર્ટ કરશે. પરંતુ તેની સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ઈરાન ક્યારેય પણ પરમાણુ હથિયાર (Nuclear Weapons) બનાવી શકે નહીં અને આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ પરિવહનની સંપૂર્ણ સ્વતંત્રતાની ગેરંટી મળવી જ જોઈએ.
લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટ પર મોટું નિવેદન
મેલોનીએ વેપારી માર્ગોની સુરક્ષા માટે જણાવ્યું કે, ઈટાલી પોતાના સંસદની મંજૂરી મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય નૌકાદળ (International Navy) સાથે મળીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz) દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ફરીથી ખોલવા માટે પોતાની સેનાનું યોગદાન આપવા તૈયાર છે. આ સાથે જ તેમણે ઇઝરાયલ-લેબનોન સરહદ પર ચાલી રહેલા યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી કે, લેબનોનમાં પણ તાત્કાલિક લડાઈ અટકવી જ જોઈએ, અને ઈટાલી હંમેશા લેબનોનની સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે. યુરોપિયન નેતાઓએ પણ સંયુક્ત નિવેદન જારી કરીને અપીલ કરી છે કે આ કરારને વિલંબ કર્યા વગર જમીની સ્તરે ઝડપથી લાગુ કરવામાં આવે.

