Breaking News/ જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્ક્વોડ સાથે પોલીસનો કાફલો દોડ્યો

જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)ને મળેલી બોમ્બની ધમકી બાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમોએ સમગ્ર બિલ્ડિંગમાં સઘન તપાસ હાથ ધરી.

Top Stories Gujarat Others Breaking News
Jamnagar Municipal Corporationને બોમ્બની ધમકી, સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવાઈ

Breaking News: જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation )ને મળેલી એક ધમકીભરી ઈ-મેઈલ બાદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં મહાનગરપાલિકાની બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી.

ધમકીની માહિતી મળતા જ જામનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો મહાનગરપાલિકા કચેરી (Jamnagar Municipal Corporation)એ પહોંચી ગયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી અને કર્મચારીઓ તેમજ મુલાકાતીઓને બહાર કાઢી દેવામાં આવ્યા હતા.

Jamnagar Municipal Corporation:બોમ્બ સ્ક્વોડ એક્શનમાં

પોલીસ દ્વારા મનપા કચેરી (Jamnagar Municipal Corporation) અને આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બિલ્ડિંગના દરેક માળ, ઓફિસો અને જાહેર વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારી રાખી હતી.

અચાનક મોટી સંખ્યામાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચતા કર્મચારીઓ અને નાગરિકોમાં થોડા સમય માટે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યવાહી સાવચેતીના ભાગરૂપે હાથ ધરાઈ હોવાનું જણાવાયું હતું.

ધમકીભર્યો ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણવા માટે સાયબર ક્રાઈમ સેલ અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઈ-મેઈલની ટેકનિકલ વિગતો અને IP ટ્રેસિંગ સહિતના પાસાઓની પણ તપાસ ચાલી રહી છે.

પ્રાથમિક તબક્કે આ કોઈની મશ્કરી છે કે પછી કોઈ ગંભીર ષડયંત્રનો ભાગ છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. સર્ચ ઓપરેશન અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સામે આવશે. હાલ સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે.


આ પણ વાંચો:આજે બોમ્બની ધમકી મળી અને અગાઉ આતંકી હુમલાની ધમકી આપતો ભેદ ઉકેલાયો

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, સ્કૂલોને બોમ્બની ધમકી આપનારો પશ્ચિમ બંગાળથી ઝડપાયો

આ પણ વાંચો:સ્કૂલોને બોમ્બની ધમકી બાદ ગુજરાત સરકારનો નવો સુરક્ષા એક્શન પ્લાન, જાણો શું છે નવી SOP