Breaking News: ગુજરાતના બે મોટા શહેરો વડોદરા અને સુરતમાં બોમ્બ (Bomb Threat)ની ધમકી મળતા સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે.
Bomb Threat:મેયર-કમિશનરને ધમકીભર્યો મેઈલ
પ્રાથમિક વિગતો મુજબ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરના અધિકૃત ઈ-મેઇલ પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો. ધમકી મળતા જ પોલીસ વિભાગ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (Bomb Threat) અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.
બીજી તરફ સુરત મહાનગરપાલિકાની કચેરીને પણ સમાન પ્રકારનો ધમકીભર્યો મેઈલ મળતા અધિકારીઓમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો, ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ (Bomb Threat)ની ટીમો સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર કચેરી વિસ્તારનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં અગાઉ પણ આવા પ્રકારના ફેક અથવા ધમકીભર્યા ઈ-મેઇલ મળવાના બનાવો નોંધાઈ ચૂક્યા છે. જોકે સુરક્ષા દૃષ્ટિએ દરેક ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
હાલમાં બંને શહેરોમાં પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમો ઈ-મેઇલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ મેળવવા માટે તપાસ ચલાવી રહી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકી (Bomb Threat)ની વાસ્તવિકતા અને તેની પાછળના કારણો અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.
આ પણ વાંચો:બોમ્બની ધમકી બાદ 181 મુસાફરો પાસેથી ટિશ્યુ પર 36 વખત લખાવાયું, હવે અક્ષરોની થશે ફોરેન્સિક તપાસ
આ પણ વાંચો:અનંત-રાધિકાના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર યુવકની મુંબઈ ક્રાઈમ બાન્ચે કરી ધરપકડ
આ પણ વાંચો:સ્કૂલોને બોમ્બની ધમકી બાદ ગુજરાત સરકારનો નવો સુરક્ષા એક્શન પ્લાન, જાણો શું છે નવી SOP
