Bhavnagar News/ ભાવનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી: કચેરી ખાલી કરાઈ, પોલીસ-બોમ્બ સ્ક્વોડે હાથ ધરી તપાસ

ભાવનગર મહાનગરપાલિકા કચેરી (Bhavnagar Municipal Corporation)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું. સાવચેતીના ભાગરૂપે કચેરી ખાલી કરાવી પોલીસ, ફાયર અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

Top Stories Gujarat Others Breaking News
Bhavnagar Municipal Corporation:બોમ્બ ધમકી બાદ મનપા કચેરી ખાલી

Bhavnagar News: ભાવનગર શહેરમાં આજે ત્યારે હડકંપ મચી ગયો જ્યારે મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી. ધમકી મળતા જ મનપા તંત્ર, પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા કારણોસર મનપા કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. કચેરી (Bhavnagar Municipal Corporation)માં હાજર કર્મચારીઓ તેમજ મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર કચેરી (Bhavnagar Municipal Corporation) પરિસર, ઓફિસ બિલ્ડિંગ, પાર્કિંગ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.બોમ્બની ધમકીને પગલે મનપા કચેરીમાં અચાનક દોડધામનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા એજન્સીઓએ સાવચેતીના ભાગરૂપે સામાન્ય નાગરિકોને પણ કચેરી પરિસરથી દૂર રહેવા સૂચના આપી હતી.

Bhavnagar Municipal Corporation: બોમ્બ સ્ક્વોડ એક્શનમાં

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. ધમકી ક્યાંથી અને કેવી રીતે આપવામાં આવી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.હાલમાં કચેરી પરિસરમાં તપાસ કાર્યવાહી ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકીની વાસ્તવિકતા અને તેની પાછળના કારણો અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.


આ પણ વાંચો:ગાંધીનગર કર્મયોગી ભવનમાં બોમ્બની ધમકી, કર્મયોગી ભવન ખાલી કરાવાયું

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓને મળતી બોમ્બની ધમકીઓને લઈ, મુખ્ય સચિવ સંજીવ કુમારની તાત્કાલિક બેઠક

આ પણ વાંચો:વડોદરાની જિલ્લા કોર્ટને મળી બોમ્બની ધમકી, પોલીસે ઘટના સ્થળે સર્ચ પ્રક્રિયા હાથ ધરી…