Surat News: સુરત શહેરમાં ટ્યુમરના એક દર્દીના મોત (Surat Tumor Patient Death) બાદ સારવાર પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો છે. મૃતકના પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલ સાથે સંકળાયેલા એક ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ડોક્ટરે શરૂઆતમાં દર્દીની સર્જરી મા કાર્ડ યોજના હેઠળ થઈ જશે તેવી ખાતરી આપી હતી. જોકે બાદમાં દર્દીને પોતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યો હોવાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે.
Surat Tumor Patient Death : દર્દીના મોત બાદ હોબાળો
પરિવારનો દાવો છે કે સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સારવારના ખર્ચના નામે રૂપિયા 40 હજારની માંગણી કરવામાં આવી હતી. આ મુદ્દે પરિવારજનો અને હોસ્પિટલ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
મામલો વધુ ઉગ્ર બનતા પરિવારજનોએ ઇમરજન્સી સેવા 112 પર ફોન કરીને પોલીસને સ્થળ પર બોલાવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન દર્દીનું મોત (Surat Tumor Patient Death) થતાં પરિવારજનોએ સારવારમાં બેદરકારી અને નાણાંકીય દબાણના આક્ષેપો કર્યા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આક્ષેપોની સત્યતા અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો:દવા લેવા ઇનકાર કરતા દર્દીને માર મારતા મોત, સુરતના નશામુક્તિ કેન્દ્રમાં ઘટના
આ પણ વાંચો:સુરતમાં મ્યુકોરમાઈકોસીસ બીમારીથી વધુ બે દર્દીઓના થયા મોત
