child abuse/ લેઉઆ પટેલ બોર્ડિંગમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગૃહપતિ હસમુખ વસોયાની ધરપકડ

બોર્ડિંગ સ્કૂલમાં સંતાનોને મૂકતા માબાપ માટે ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની લેઉઆ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

Top Stories

રાજકોટઃ બોર્ડિંગ સ્કૂલમાં સંતાનોને મૂકતા માબાપ માટે Child Abuse ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની લેઉઆ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. બાળક તો હતપ્રભ છે, તેની સાથે તેના માબાપ અને સમગ્ર કુટુંબ પણ આ પ્રકારની ઘટનાથી હતપ્રભ થઈ ગયુ છે. વિદ્યાર્થીઓના ભણતરના સારા હેતુથી બનાવવામાં આવેલી બોર્ડિંગમાં પણ ગૃહપતિ જેવી વ્યક્તિ વિકૃત હરકત કરે તો પછી બીજાની તો વાત જ ક્યાં કરવી.

લેઉઆ પટેલ બોર્ડિંગ સ્કૂલના આઠમા ધોરણના વિદ્યાર્થી Child Abuse સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરવામાં આવ્યું છે. આ કૃત્ય કરનારા ગૃહપતિ સામે માલવિયાનગર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગૃહપતિ હસમુખ વસોયા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. આ હવસખોર કુલપતિ મોબિલમાં બિભત્સ વિડીયો કુમળી વયના બાળકને બતાવતો હતો.

આટલું જ નહી આ કુલપતિએ ભોગ બનનારા વિદ્યાર્થીને Child Abuse માર પણ માર્યો હતો, પણ તેને ડરાવીને તેને અન્ય વિદ્યાર્થીએ માર માર્યો હોવાનું કહેવડાવ્યુ હતુ. માલવિયાનગરની પોલીસે ગૃહપતિ હસમુખ વસોયાની ધરપકડ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ગૃહપતિ પોતે એકલો જ આ પ્રકારની ઘટનામાં છે કે બીજા કોઈપણ તેમા સંડોવાયેલા છે. પોલીસ ટૂંક સમયમાં તેનો અહેવાલ આપશે.

બોર્ડિંગ મેનેજમેન્ટે પણ તેમની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી છે. પણ સમાજમાં આ પ્રકારના વિકૃત વ્યક્તિઓ આ રીતે મોટા હોદ્દા પર બેસવા લાગશે તો પછી બીજા લોકોની સ્થિતિ શું થશે તેની કલ્પના જ ધ્રૂજારી સમાન છે. આ પ્રકારના Child Abuse વ્યક્તિઓ ઝડપથી હાથમાં પણ આવતા હોતા નથી, આવો એકાદ કિસ્સો આવીને ઉછળે છે અને પછી તળાવમાં પથ્થર પડતા વમળો પેદા થતા હોય તેમ સનસનાટી મચે છે અને પછી બધુ શાંત પડી જાય છે. તેના લીધે જ આ પ્રકારની ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું જાય છે.

 

આ પણ વાંચોઃ IT Notice/ સુરતના આ વેપારીઓની રક્ષાબંધન બગડી, જાણો કેમ?

આ પણ વાંચોઃ Congress-Rakshabandhan/ કોંગ્રેસ ઉજવશે અનોખી ‘રક્ષાબંધન’, સિદ્ધારમૈયા સરકાર આજથી દર મહિને આપશે 2000 રૂપિયા

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ફરી ગોળીબાર કરીને શાંતિમાં પલીતો ચાંપ્યો,બે લોકોના મોત

આ પણ વાંચોઃ પ્રહાર/ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર,મતો ઘટતા કરવી પડી ચૂંટણી માટે જાહેરાત

આ પણ વાંચોઃ Scam/ લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડમાં CBI એકશન મોડમાં,FIR નોંઘી 21 રાજ્યોની 830 સંસ્થા સામે તપાસ કરશે