IT Notice/ સુરતના આ વેપારીઓની રક્ષાબંધન બગડી, જાણો કેમ?

સુરતના 200થી વધુ વેપારીઓની આ વખતની રક્ષાબંધન બગડી છે. તેનું કારણ એ છે કે આવકવેરા વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે.

Top Stories Surat
IT Notice સુરતના આ વેપારીઓની રક્ષાબંધન બગડી, જાણો કેમ?

સુરતઃ સુરતના 200થી વધુ વેપારીઓની આ Surat Traders-IT Notice વખતની રક્ષાબંધન બગડી છે. તેનું કારણ એ છે કે આવકવેરા વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ સુરતના કુબેર ટેક્સ્ટાઇલ વર્લ્ડ માર્કેટના વેપારીઓને પાઠવવામાં આવી છે.

આવકવેરા વિભાગને માનવું છે કે આ વેપારીઓ પાસેથી લગભગ પોણા બસો કરોડ એટલે કે 175 જેટલી રકમ વસૂલી શકાય છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં રોકડના વ્યવહારો કર્યા તેના પર કોઈપણ પ્રકારની વેરો જ ચૂકવ્યો નથી. તેથી હવે Surat Traders-IT Notice આ વ્યવહારોની માહિતી આવકવેરા ખાતુ મેળવી રહ્યુ છે. તેની સાથે આવકવેરા ખાતુ સમજી ચૂક્યું છે કે વેપારીઓ બે પ્રકારના ચોપડા રાખે છે, એક પોતાના માટે અને બીજો આવકવેરા માટે. આના માટે જ તેમને નોટિસ પાઠવવામાં આવી છે.

આ નોટિસ પાઠવવા પાછળનું કારણ એ છે કે ટેક્સ્ટાઇલ Surat Traders-IT Notice માર્કેટમાં દુકાનની ખરીદી કરવા માટે આ વેપારીઓએ રોકડમાં ચૂકવણી કરી હતી. આ રોકડ ચૂકવણીના લીધે આવકવેરા વિભાગે આ વેપારીઓ પાસે ફક્ત ગયા વર્ષના જ નહી પણ છ વર્ષના આર્થિક વ્યવહારોની વિગત માંગી છે. તેના લીધે કુબેર ટેક્સ્ટાઇલ માર્કેટમાં 200 જેટલા વેપારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. તેમા પણ તહેવારના સમયે નોટિસ પાઠવવામાં આવતા તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. તેઓનું માનવું છે કે આવકવેરા ખાતુ શ્રાવણના તહેવારોની સીઝન પૂરી થયા પછી પણ આ પ્રકારનું પગલું લઈ શક્યું હોત.

હવે આ વેપારીઓ જો આ નોટિસનો યોગ્ય જવાબ નહી આપી શકે અથવા તો તેમની દિવાળી બગડશે તે પણ હકીકત છે. આવકવેરા ખાતુ હવે મિલકતોની કે દુકાનોની રોકડેથી થતી ખરીદી પર ચાંપતી નજર રાખી રહ્યુ છે. આ પ્રકારના વ્યવહારો નોંધાવવાની સાથે જ આવકવેરા ખાતુ તેનો ટ્રેક રાખવાનો પ્રારંભ કરે છે.

 

આ પણ વાંચોઃ નિર્ણય/ગુજરાત સરકારે ખેડૂતોના પાયાના પ્રશ્નો પાણી અને વીજળી માટે કરી આ મોટી જાહેરાત

આ પણ વાંચોઃ OBC reservation/રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત

આ પણ વાંચોઃ Jhaveri Commission Report/OBC અનામતને લઈને મોટા સમાચાર, ઝવેરી પંચના રિપોર્ટને કરી શકે જાહેર

આ પણ વાંચોઃ અદભુત શણગાર/પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે કરાયો વિશેષ શૃંગાર

આ પણ વાંચોઃ રખડતા ઢોરનો આતંક/નરોડામાં રસ્તે જતી મહિલાને ગાયે લાતોથી ખુંદી, જુઓ CCTV