Surat News/ 32 વર્ષ સેવા આપનાર હીરા કંપનીના મેનેજરનો આપઘાત, કંપનીના MD સામે માનસિક ત્રાસનો ગુનો નોંધાયો

સુરતના હીરા ઉદ્યોગના 32 વર્ષથી કાર્યરત મેનેજરના આપઘાત (Surat Diamond Manager Suicide Case) બાદ પરિવારની ફરિયાદના આધારે કંપનીના MD સામે માનસિક ત્રાસનો ગુનો નોંધાયો. સમગ્ર મામલે કેશોદ પોલીસ તપાસ કરી રહી છે.

Gujarat Top Stories Surat Breaking News
Surat Diamond Manager Suicide Case:ચોરીના આક્ષેપો અને નોકરી ગુમાવ્યાના આઘાત વચ્ચે મેનેજરનું મોત

Surat News :  સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાત (Surat Diamond Manager Suicide Case) ના કેસે ચકચાર મચાવી છે. છેલ્લા 32 વર્ષથી હીરા કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ કાનજીભાઈ વાછાણીના આપઘાત (Surat Diamond Manager Suicide Case) બાદ તેમના પરિવારની ફરિયાદના આધારે કેશોદ પોલીસે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, મૂળ જૂથળ ગામના અને હાલ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ વાછાણી સુરતની હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી એક કંપનીમાં લાંબા સમયથી મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. પરિવારનો આક્ષેપ છે કે કંપની તરફથી તેમના પર ઓફિસના સામાન અને બાદમાં ડાયમંડ પાવડરની ચોરીના આરોપો મૂકીને સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું.

Surat Diamond Manager Suicide Case: માનસિક ત્રાસના આક્ષેપોની પોલીસ તપાસ શરૂ

ફરિયાદમાં જણાવાયું છે કે ઓફિસમાં ઉપયોગ માટે લેવામાં આવેલ સામાન બાદમાં પરત કરી દેવા છતાં પ્રવીણભાઈ સામે વારંવાર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરિવારનો દાવો છે કે તેમને નોકરીમાંથી દૂર કરવાની અને સામાજિક રીતે બદનામ કરવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, પ્રવીણભાઈ થોડા દિવસથી પોતાના સસરાના ગામ સોંદરડા ખાતે રોકાયા હતા. આ દરમિયાન કંપની તરફથી ફોન પર તેમની જગ્યાએ અન્ય વ્યક્તિની નિમણૂક કરી દેવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ માહિતી મળ્યા બાદ તેઓ ભારે આઘાતમાં આવી ગયા હોવાનું પરિવારનું કહેવું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 21 જૂને પ્રવીણભાઈએ ઝેરી દવા પી (Surat Diamond Manager Suicide Case) લીધી હતી. તેમને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેમનું મરણોત્તર નિવેદન (ડાઇંગ ડિક્લેરેશન) પણ નોંધવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લાના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ તમામ પુરાવા, પરિવારના નિવેદનો અને અન્ય પાસાઓના આધારે કેસની વધુ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે કંપની અથવા આરોપી પક્ષ તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર થઈ નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:રતની હોટેલમાં દંપતીનો આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત

આ પણ વાંચો:ઇન્ટરનેટ પર સર્ચ કરી મોતની રીત! સુરતની બે તેજસ્વી વિદ્યાર્થિનીઓના આપઘાત પાછળની ચોંકાવનારી ઇનસાઇડ સ્ટોરી

આ પણ વાંચો:સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત