Gandhinagar News: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક ફિટનેસ જીમ બહાર નાણાકીય વિવાદને લઈને થયેલા જીવલેણ હુમલા (Kudasan Attack)ના બનાવે ભારે ચકચાર મચાવી છે. ફરિયાદ અનુસાર, રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)માં ઉચ્ચ હોદ્દો અપાવવાના બહાને મોટી રકમ લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. રૂપિયા પરત માંગતા બંને પક્ષો વચ્ચેનો વિવાદ હિંસક બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવેલી માહિતી મુજબ, સરકારી કંપનીમાં ડીલરશિપ તેમજ ત્યારબાદ RTDCમાં ચેરમેન બનાવવાના નામે તબક્કાવાર મોટી રકમ લેવામાં આવી હતી. કામ પૂર્ણ ન થતાં અને રૂપિયા પરત ન મળતા બંને પક્ષો વચ્ચે અગાઉ પણ વિવાદ થયો હતો. ત્યારબાદ સમાધાન માટે કુડાસણ (Kudasan Attack) ખાતે બેઠક રાખવામાં આવી હતી.
Kudasan Attack: ફિટનેસ જીમ બહાર લોહિયાળ હુમલો
આરોપ છે કે બેઠક દરમિયાન પૂર્વનિયોજિત રીતે કેટલાક લોકો હથિયારો સાથે સ્થળ પર પહોંચ્યા અને ફરિયાદી પક્ષ પર છરી, લાકડીઓ તથા અન્ય ઘાતક હથિયારોથી હુમલો કર્યો. હુમલા (Kudasan Attack) માં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક ઘાયલને વધુ સારવાર માટે હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હુમલા દરમિયાન એક કારમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફરિયાદના આધારે અનેક આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, હુમલો, તોડફોડ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અનેક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની વચ્ચે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. અગાઉ રાજ્યના પોલીસ વડા દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવું અથવા અપમાનજનક વર્તન કરવું યોગ્ય નથી અને પોલીસને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને જ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેથી આ કેસમાં પણ તમામ કાર્યવાહી કાયદાની જોગવાઈઓ મુજબ કરવામાં આવશે.
હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. છેતરપિંડીના આક્ષેપો, નાણાકીય વ્યવહારો અને હુમલા (Kudasan Attack) ની ઘટનાના તમામ પાસાઓની તપાસ બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો:સુરતમાં RFO સોનલ સોલંકી પર થયેલા જીવલેણ હુમલામાં મોત, પોલીસ તપાસ શરૂ
આ પણ વાંચો:રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પોલીસ એક્શનમાં આવી, જીવલેણ હુમલાના આરોપીને ઝડપ્યો
આ પણ વાંચો:ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
