USA News: અમેરિકાના Michigan રાજ્યમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. માત્ર સાત વર્ષની ઉંમરના બાળકનું વજન (Child Obesity Case) સતત જંક ફૂડ અને અયોગ્ય જીવનશૈલીના કારણે આશરે 115 કિલોગ્રામ સુધી પહોંચી ગયું હતું. પોષણયુક્ત આહારનો અભાવ, સમયસર સારવાર ન મળવી અને માતા-પિતાની ગંભીર બેદરકારીના કારણે બાળકનું કરૂણ મોત થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં સ્થાનિક સત્તાવાળાઓએ બાળકના માતા-પિતા સામે હત્યા, યાતના અને બાળ શોષણ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો?
તપાસ મુજબ, સાત વર્ષનો કેસ્પર ઓ’બ્રાયન સતત જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ પર નિર્ભર હતો. બાળકને સંતુલિત અને પોષણયુક્ત આહાર આપવામાં આવતો ન હતો. પરિણામે તેની ઉંમર પ્રમાણે અસામાન્ય રીતે વજન (Child Obesity Case) વધી ગયું હતું. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે બાળકની ઊંચાઈ લગભગ 4 ફૂટ 2.5 ઇંચ હતી, જ્યારે તેનું વજન લગભગ 115 કિલોગ્રામ સુધી પહોંચી ગયું હતું.
Child Obesity Case: મોતનું કારણ શું હતું?
ઓટોપ્સી રિપોર્ટ અનુસાર બાળકનું મૃત્યુ Dilated Cardiomyopathy નામની ગંભીર હૃદય સંબંધિત બીમારીના કારણે થયું હતું. આ સ્થિતિમાં હૃદયનું કદ વધે છે અને તેની પમ્પિંગ ક્ષમતા નબળી પડી જાય છે. વધુ પડતા મોટાપા અને લાંબા સમય સુધી સ્વાસ્થ્યની અવગણના આ સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે બાળક ચાલી-ફરી શકતો નહોતો અને મોટાભાગનો સમય પથારીમાં જ પસાર કરતો હતો. સતત પથારીમાં રહેવાના કારણે તેના શરીર પર ગંભીર બેડસોર અને ચામડીના ઘા પણ થઈ ગયા હતા.
ઘરની સ્થિતિ પણ ચોંકાવનારી
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ પરિવારનું ઘર અત્યંત અસ્વચ્છ હાલતમાં હતું. ઘરમાં ચારેબાજુ કચરો પડ્યો હતો અને બાળકને યોગ્ય રહેણાંક કે સ્વચ્છ વાતાવરણ પણ મળતું ન હતું. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે બાળકને શાળામાં દાખલ પણ કરવામાં આવ્યો નહોતો.
ડોક્ટરની સલાહ છતાં સારવાર ન કરાવી
તપાસમાં સામે આવ્યું કે પરિવાર પાસે આરોગ્ય વીમો હોવા છતાં બાળકને નિયમિત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતો નહોતો.મેડિકલ રેકોર્ડ મુજબ, બાળકને અગાઉ ડોક્ટરે વજન (Child Obesity Case) ઘટાડવા, પોષણયુક્ત આહાર અને કસરતની સ્પષ્ટ સલાહ આપી હતી તેમજ નિષ્ણાત ડોક્ટર પાસે મોકલવાની ભલામણ પણ કરી હતી. જોકે, આ સલાહનું પાલન કરવામાં આવ્યું નહોતું.
માતા-પિતા સામે ગંભીર કાર્યવાહી
બાળકના મોત બાદ પોલીસે માતા-પિતાની ધરપકડ કરી છે. તેમની સામે હત્યા, બાળ શોષણ અને અન્ય ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.તપાસ દરમિયાન પરિવારની પાંચ વર્ષની દીકરીને પણ સુરક્ષિત સ્થળે ખસેડી ફોસ્ટર કેરમાં રાખવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
બાળકોના પોષણ અને આરોગ્યનું મહત્વ
આ ઘટના એ યાદ અપાવે છે કે બાળકોના સ્વસ્થ વિકાસ માટે સંતુલિત આહાર, નિયમિત તબીબી તપાસ અને સુરક્ષિત ઘરેલું વાતાવરણ અત્યંત જરૂરી છે. બાળપણમાં વધતું અસામાન્ય વજન (Child Obesity Case) અને સ્વાસ્થ્ય સંબંધિત લક્ષણોને અવગણવા ગંભીર પરિણામો લાવી શકે છે.
આ પણ વાંચો:શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ, મેક્સિકોમાં સરકારનો મોટો નિર્ણય
આ પણ વાંચો:UK સરકારે બાળકોની સ્થૂળતા માટે, ટીવી ચેનલોમાં આવતી જંક ફૂડ્સની જાહેરાતો પર પ્રતિબંધ મુક્યો
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશમાં 11મા ધોરણની વિદ્યાર્થીનીનું વધુ પડતું ફાસ્ટ ફૂડ ખાવાથી મોત
