Junagadh News: જિલ્લામાં ચોમાસાએ જોર પકડતાં ભેસાણ (Bhesan Heavy Rain) તાલુકામાં છેલ્લા બે કલાક દરમિયાન આશરે 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેસાણ (Bhesan Heavy Rain)માં સતત વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને કૃષિ પાક માટે પણ આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે.
Bhesan Heavy Rain: ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભેસાણ (Bhesan Heavy Rain)માં માત્ર છેલ્લા બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.સતત વરસી રહેલા વરસાદથી નદીઓ-નાળાઓમાં નવા નીર આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ઝાંઝરડા અંડરબ્રિજ (Janjarda Underbridge)માં પાણી ભરાયા
ભારે વરસાદની અસર જૂનાગઢ શહેરમાં પણ જોવા મળી હતી. ઝાંઝરડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પાણી ભરાવાને કારણે સુરક્ષાના ભાગરૂપે આ માર્ગને તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી જેથી કોઈ અકસ્માત કે અન્ય મુશ્કેલી સર્જાય નહીં.
તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. વરસાદ શરૂ થતાં જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.હાલ વરસાદને પગલે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જ્યાં જરૂરી હોય ત્યાં પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ, દામોદર કુંડમાં પુરની સ્થિતિ
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 226 તાલુકામાં વરસાદ, જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ વરસાદ
આ પણ વાંચો:જૂનાગઢમાં વરસાદે લીધું રૌદ્ર સ્વરૂપ, અનેક તાલુકા બન્યા જળબંબાકાર
