Gujarat Weather Update/ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ

ગુજરાત (Gujarat) માં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Top Stories Gujarat
GUJARAT

Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં તંત્રને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આગાહીને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગ મુજબ આજે (5 જુલાઈ) રાજ્યના કુલ 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 6 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.

7 જુલાઈએ નવસારી અને વલસાડ જિલ્લામાં ફરી એકવાર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 8 અને 9 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વહીવટી તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, નદી-નાળાઓથી દૂર રહેવા તેમજ અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં વરસાદી સ્થિતિમાં મોટો ફેરફાર, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક વરસાદની ભારે અછત

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં વાદળફાટ, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, અને અચાનક પૂરથી ભારે નુકસાન

આ પણ વાંચો: દેશભરમાં ચોમાસું સક્રિય: ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 8ના મોત, દિલ્હી-NCRમાં વરસાદની એન્ટ્રી