Lifestyle News/ ન્યુટ્રિશનથી ભરપૂર સુપરફૂડ ‘મખાના’; ડાયેટમાં સામેલ કરવા માટે આ 5 સ્વાદિષ્ટ અને હેલ્ધી રીતો નોંધી લો

પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર સુપરફૂડ મખાના (Makhana) ને તમે આહારમાં 5 અલગ-અલગ રીતે સામેલ કરી શકો છો. મખાના ચાટ, રાયતા અને ખીર જેવી ટેસ્ટી રેસિપી વિશે વિગતવાર જાણો અહીં.

Lifestyle
MAKHANA

આજના સમયમાં હેલ્થ પ્રત્યે સભાન લોકોમાં મખાના (Makhana) ખૂબ જ લોકપ્રિય આહાર બની રહ્યા છે.વજન નિયંત્રણમાં રાખવા અને શરીરને પૂરતું પોષણ આપવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.મખાના માત્ર વજનમાં હળવા અને પચી જાય તેવા જ નથી,પરંતુ તેમાં પ્રોટીન,ફાઇબર,કેલ્શિયમ,મેગ્નેશિયમ,પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજો ભરપૂર માત્રામાં જોવા મળે છે.કેલરી અને ચરબી ઓછી હોવાને કારણે ડાયેટિશિયન્સ પણ તેને સંતુલિત આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે.પરંતુ જો તમે રોજ એક મખાના ખાઇને કંટાળી ગયા હોવ,તો તમે આ 5 અલગ-અલગ રીતે તૈયાર કરેલા મખાના ટ્રાઇ કરી શકો છો.

મખાનામાથી બનતી 5 સુપર-ટેસ્ટી અને પૌષ્ટિક વાનગીઓ:

1.ક્રિસ્પી રોસ્ટેડ મખાના: પેનમાં થોડું ઘી અથવા ઓલિવ ઓઇલ લો.તેમાં મખાના શેકીને ઉપરથી હળદર,કાળા મરી,ચાટ મસાલો કે સિંધવ મીઠું ઉમેરો.આ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર બેસ્ટ ક્રંચી નાસ્તો છે.

2.ચટાકેદાર મખાના ચાટ: શેકેલા મખાનામાં ઝીણા સમારેલા ટામેટાં,ડુંગળી, કાકડી અને લીલા ધાણા મિક્સ કરો.ઉપરથી લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો.હેલ્ધી બનાવવા માટે તેમાં બાફેલા ચણા પણ ઉમેરી શકાય

3.કુલ-કુલ મખાના રાયતા: મખાનાને હળવા શેકી તેના નાના ટુકડા કરો.તેને સરસ રીતે ફેંટેલા દહીંમાં મિક્સ કરી, ઉપરથી શેકેલું જીરું, સંચર (કાળું મીઠું) અને કોથમીર ઉમેરો.આ વાનગીથી કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સ મળે છે.

4.ન્યુટ્રિશિયસ મખાના ભેલ: મખાનાને ક્રિસ્પી શેકીને તેમાં ડ્રાયફ્રૂટ્સ, મમરા અને ડુંગળી-ટામેટાં સાથે હળવી ચટણીઓ ઉમેરીને સાંજના સમય માટે લાઇટ-વેઇટ ભેલ તૈયાર કરી શકાય છે.

5.હેલ્ધી મખાના ખીર: દૂધને બરાબર ઉકાળીને તેમાં શેકેલા મખાના ઉમેરો અને ધીમા તાપે ઘટ્ટ થવા દો.સ્વાદ માટે એલચી, ડ્રાયફ્રૂટ્સ અને ખાંડના બદલે ઓર્ગેનિક ગોળ અથવા ખજૂરની પેસ્ટ ઉમેરીને હેલ્ધી સ્વીટ ડીશ બનાવો.

મખાના ખાતી વખતો આ બાબતોનું ખાસ ધયાન રાખો:

મખાના હંમેશાં મર્યાદિત અને પ્રમાણસર માત્રામાં જ ખાવા જોઈએ.તેને રાંધતી વખતે વધુ પડતું ઘી, માખણ, મીઠું કે ખાંડ ઉમેરવાથી તેનું અસલી પોષણ મૂલ્ય ઘટી જાય છે.વજન ઉતારવું હોય તો લઘુત્તમ તેલ કે ઘીમાં જ તેને ડ્રાય રોસ્ટ કરવા હિતાવહ છે.હંમેશાં સારી ગુણવત્તાવાળા તાજા મખાના જ વાપરવા.જો કોઇ ગંભીર બીમારી હોય કે ખાસ ડાયેટ પ્લાન ફોલો કરતા હોવ, તો ડોક્ટર કે ડાયેટિશિયનની સલાહ અચૂક લેવી..


આ પણ વાંચો :ઘઉંના લોટ કે મેંદાના ઉપયોગ વિના બનાવો મખાના પૂરી…પોષણથી ભરપૂર…હૅલ્ધી ટેસ્ટી બ્રેકફાસ્ટ..!

આ પણ વાંચો :માત્ર 1 ચમચી ઘીમાં બાઉલ ભરીને મખાના શેકવાની સરળ ટિપ્સ, ક્રંચી, હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી…!

આ પણ વાંચો :મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…