Rajasthan News/ રાજસ્થાન: સુરતગઢમાં એમ્બ્યુલન્સ અને આર્મી ટ્રક વચ્ચે ટક્કર, 3 ના મોત, 2 ઈજાગ્રસ્ત

રાજસ્થાનના સુરતગઢમાં નેશનલ હાઇવે-62 પર વહેલી સવારે એક ખાનગી એમ્બ્યુલન્સ અને આર્મી ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત.

Top Stories India Breaking News
Accident between an ambulance and an army truck

Rajasthan News: રાજસ્થાનના સુરતગઢમાં નેશનલ હાઇવે-62 પર એમ્બ્યુલન્સ અને આર્મી ટ્રક અથડાતાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે અને બે અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

એમ્બ્યુલન્સ અને આર્મી ટ્રક વચ્ચે ટક્કર  Accident between an ambulance and an army truck

રાજસ્થાનના સુરતગઢમાં રવિવારે વહેલી સવારે નેશનલ હાઇવે-62 (Road Accident)પર એક ખાનગી એમ્બ્યુલન્સ અને આર્મી ટ્રક વચ્ચે ટક્કર થતાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત 22 LGW ગામ નજીક થયો હતો જ્યારે એમ્બ્યુલન્સ કથિત રીતે આર્મી ટ્રક સાથે અથડાઈ હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ તેના કારણે અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી રહી છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

મૃતકોની ઓળખ શ્રી ગંગાનગર જિલ્લાના હિન્દુમલકોટ વિસ્તારના ચક 5B ગામના રહેવાસી તરીકે થઈ છે. સદર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સુરતગઢ ટ્રોમા સેન્ટરમાં લઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ઈજાગ્નસ્તોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોના મૃતદેહ શબઘરમાં રાખવામાં આવ્યા છે

મૃતકોના મૃતદેહને સુરતગઢ સબ-ડિવિઝનલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની વધુ તપાસ ચાલુ છે. 


આ પણ વાંચો:સુરતમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 2 વિદ્યાર્થી ઘાયલ

આ પણ વાંચો:અમદાવાદમાં AMC ડમ્પરની અડફેટે સગીરનું મોત: ટ્યુશન જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો:રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ પર બસ-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, આગ લાગતા 8 ના મોત