Rajkot News: રાજકોટમાં આમ આદમી પાર્ટી (AAP)ની મહિલા નેતા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ચૂકેલી 23 વર્ષીય નંદની બોસમિયા (Nandini Bosmiya)ના મોતના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મૃતકના પરિવારજનોએ મીડિયા સમક્ષ આવી દાવો કર્યો છે કે નંદનીએ આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
નંદની (Nandini Bosmiya)ના પિતા આનંદભાઈ બોસમિયાના જણાવ્યા મુજબ, તેમની પુત્રી મૈત્રી કરાર હેઠળ રહેતી હતી. તેમણે આરોપ મૂક્યો છે કે અસલમ સમા, તેની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને તેની સાસુ ગુડ્ડી આ સમગ્ર ઘટનામાં જવાબદાર છે. પરિવારનું કહેવું છે કે આ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરીને કડક સજા કરવામાં આવે.
Nandini Bosmiyaના પરિવારના આક્ષેપો
પરિવારનો દાવો છે કે નંદની (Nandini Bosmiya)ના મૃત્યુ બાદ આરોપી પક્ષના લોકોએ પોતાના વિસ્તારમાં ઉજવણી કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે શરૂઆતમાં પોલીસ દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં આવી નહોતી અને અનેક વખત રજૂઆત કરવા છતાં કાર્યવાહી થઈ નહોતી. બાદમાં વિવિધ સામાજિક સંગઠનોની મદદથી પોલીસમાં FIR નોંધાઈ અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.નંદનીની બહેનનું પણ કહેવું છે કે મૃતકે અગાઉ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ, હવે તેઓ માત્ર નિષ્પક્ષ તપાસ અને કડક ન્યાયની માંગ કરી રહ્યા છે.
પોલીસ કાર્યવાહી
આ કેસમાં રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં BNSની સંબંધિત કલમો હેઠળ અસલમ સમા, તેની પત્ની ઝરીના ઉર્ફે ભૂકંપ અને તેની સાસુ ગુડ્ડી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.પોલીસ રેકોર્ડ મુજબ, 22 જૂન, 2026ના રોજ રાજકોટના આંગણ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં નંદની (Nandini Bosmiya) મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં અકસ્માત મોત (ADR) તરીકે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં પરિવારની રજૂઆત અને ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો.
તપાસ ચાલુ
હાલ પોલીસે કેસની વધુ તપાસ શરૂ રાખી છે. ઘટનાના તમામ પાસાઓ, ફોરેન્સિક પુરાવા અને ઉપલબ્ધ નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે. અંતિમ સત્ય તપાસ અને કોર્ટની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:પરિણીત પુરુષોના આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, સંબંધોમાં તણાવ મુખ્ય કારણ
આ પણ વાંચો:જકોટ દારૂ કાંડમાં મોટો વળાંક, મુખ્ય આરોપીએ પોલીસ સ્ટેશનમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો:રાજકોટમાં નવપરીણિત મહિલાની પતિના અફેરના પગલે આત્મહત્યા
