Breaking News/ સુરત પૂર બાદ રાજ્ય સરકાર લાવશે વિશેષ રાહત પેકેજ, 3 દિવસમાં સર્વે પૂર્ણ થયા બાદ સહાયની જાહેરાત

સુરતમાં તાજેતરના પૂર (Surat Flood Relief)થી થયેલી નુકસાની બાદ રાજ્ય સરકાર વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની તૈયારીમાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસમાં સર્વે પૂર્ણ થયા બાદ સહાય અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Flood Relief: પૂર બાદ સહાય માટે સરકાર એક્શનમાં, હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Breaking News: સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં આવેલા પૂર (Surat Flood Relief)ના કારણે હજારો પરિવારો, વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પૂરગ્રસ્તોને રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની તૈયારી કરી રહી છે.

સુરતમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સર્વે ઝડપી ગતિએ ચાલી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તેનો અહેવાલ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ વિશેષ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Surat Flood Relief: સર્વે બાદ મળશે સીધી સહાય

સરકારના જણાવ્યા મુજબ સર્વે દરમિયાન રહેણાંક મકાનો, દુકાનો, નાના વેપારીઓ, ઉદ્યોગો અને અન્ય અસરગ્રસ્તોની નુકસાનીનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અંતિમ રિપોર્ટના આધારે સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવાની યોજના છે.

સફાઈ અને રાહત કામગીરી ચાલુ

પૂર (Surat Flood Relief)ના પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કામાં ગંદકી દૂર કરવી, જંતુનાશક દવાનો છંટકાવ અને રોગચાળો અટકાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.તે ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોને જરૂરી ઘરવખરી અને કેશ સહાય પહોંચાડવા માટે વહીવટી તંત્ર સતત કાર્યરત હોવાનું પણ જણાવાયું છે.

વેપારીઓ માટે વિશેષ સહાય

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પૂર (Surat Flood Relief)થી અસરગ્રસ્ત નાના વેપારીઓ, દુકાનદારો અને નાના ઉદ્યોગોને પણ રાહત પેકેજમાં સ્થાન આપવામાં આવશે. સર્વે દરમિયાન કોમર્શિયલ સંપત્તિને થયેલા નુકસાનનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેથી વેપારીઓ ઝડપથી પોતાનો ધંધો ફરી શરૂ કરી શકે.

વરાછા કો-ઓપરેટિવ બેંકની ફ્લડ લોન

પૂરગ્રસ્તોને આર્થિક સહારો આપવા માટે વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પણ વિશેષ પહેલ કરવામાં આવી છે. બેંકે પૂર (Surat Flood Relief)થી પ્રભાવિત લોકોને 9 ટકા વ્યાજદરે ₹5 લાખ સુધીની ફ્લડ લોન આપવાની જાહેરાત કરી છે.હર્ષ સંઘવીએ બેંકની આ પહેલને સરાહનીય ગણાવી અને કહ્યું કે આપત્તિના સમયમાં સરકારી તંત્ર સાથે સામાજિક અને નાણાકીય સંસ્થાઓનું સહયોગ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.


આ પણ વાંચો:સુરત પૂર બાદ પાંડેસરામાં મહિલાઓનો ભાજપના MLA મનુ પટેલ સામે આક્રોશ, રાહત અને વળતર મુદ્દે ઉઠ્યા સવાલ

આ પણ વાંચો:સુરતની વિકટ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, પૂર્વ કમિશ્નર શાલિની અગ્રવાલને સોંપાઈ જવાબદારી

આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: સુરત-વલસાડમાં જનજીવન ઠપ, 11નાં મોત; CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મુલાકાત