World News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને આક્રમક નિવેદન આપતાં કહ્યું છે કે જો તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા એવો જવાબ આપશે જે દુનિયાએ પહેલાં ક્યારેય જોયો નહીં હોય. ટ્રમ્પે દાવો કર્યો કે જવાબી કાર્યવાહી માટે સૈન્યને પહેલેથી જ આદેશ આપવામાં આવ્યા છે અને અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે.
ટ્રમ્પ (Trump)ની ઈરાનને ચેતવણી, ‘મને મારવાની કોશિશ કરશો તો 1000 મિસાઈલોથી જવાબ આપીશું’
અમેરિકા (US)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર ઈરાનને કડક ચેતવણી આપતા જણાવ્યું કે જો ઈરાન (Iran) તેમની હત્યાનો પ્રયાસ કરશે તો અમેરિકા જબરદસ્ત જવાબી કાર્યવાહી કરશે. ટ્રમ્પે લખ્યું કે ઈરાન તરફ 1000 મિસાઈલો (Missile)તૈયાર રાખવામાં આવી છે અને જરૂર પડશે તો હજારો વધુ મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે અમેરિકા તરફથી જવાબી કાર્યવાહીના આદેશો પહેલેથી જ આપવામાં આવી ચૂક્યા છે અને અમેરિકી સૈન્ય કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ તૈયાર છે.
ઇઝરાયલમાંથી F-22 ફાઇટર જેટ પરત
ઇઝરાયલી મીડિયા અહેવાલો મુજબ અમેરિકા ઇઝરાયલમાંથી પોતાના 12 F-22 સ્ટેલ્થ ફાઇટર જેટ પાછા બોલાવી રહ્યું છે. આ વિમાનો ફેબ્રુઆરીથી ઇઝરાયલ (Israel)ના ઓવદા એરબેઝ પર તૈનાત હતા અને ઈરાન સામેની સૈન્ય કામગીરીમાં ઉપયોગમાં લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ટ્રમ્પની હત્યાની નવી સાજિશ? ઈઝરાયલે અમેરિકાને આપી ઈરાન અંગે ગુપ્ત માહિતિ
આ પણ વાંચો:અમેરિકાએ ચાબહાર બંદર સહિત 90 સ્થળો પર બોમ્બમારો કર્યો, 3 લોકોના મોત; ઈરાને બદલો લીધો
આ પણ વાંચો:અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી
