Ahmedabad News/ અમદાવાદ અંજલિ ચાર રસ્તા પાસે એસટી બસે બાઈકને અડફેટે લીધી, ચાલકનું મોત

અમદાવાદ (Ahmedabad) માં એસટી બસની ટક્કર, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

Top Stories Gujarat
Ahmedabad

Ahmedabad  News: અમદાવાદ શહેરમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના અંજલિ ચાર રસ્તા નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.