India News: બિહારની બાંકિપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે રાજકીય માહોલ ગરમાયો હતો. તેજ પ્રતાપ યાદવની જન શક્તિ જનતા દળ (JJD)ના ઉમેદવાર વીણા માનવીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ સમાહરણાલયની બહાર નીકળતા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી બાદ તેમના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
નામંકન બાદ વીણા માનવી (Veena Manvi)ની પોલીસે કરી ધરપકડ
બિહાર (Bihar)ની બાંકિપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રાજકીય ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો. તેજ પ્રતાપ યાદવની જન શક્તિ જનતા દળ (JJD)ના ઉમેદવાર વીણા માનવીએ સમાહરણાલયમાં ઉમેદવારી નોંધાવી હતી. જોકે, બહાર નીકળતાની સાથે જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
છેતરપિંડીના કેસમાં થઈ ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ, વીણા માનવીની ધરપકડ છેતરપિંડીના એક જૂના કેસમાં કરવામાં આવી છે. ધરપકડ થતાં જ તેમના સમર્થકોએ ઘટનાસ્થળે વિરોધ પ્રદર્શન કર્યું અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યો. ત્યારબાદ પોલીસે વીણા માનવીને પોતાની કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તેજ પ્રતાપ યાદવે કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
વીણા માનવીની ધરપકડ બાદ જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે (Tej Pratap Yadav)આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીના ઉમેદવારને ખોટા કેસમાં ફસાવી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમની પાર્ટીને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને જરૂર પડશે તો કાયદકીય લડત લડવામાં આવશે. સાથે જ તેમણે દાવો કર્યો કે બાંકિપુર (Bankipur)ની જનતા સત્ય અને ન્યાયની સાથે ઊભી રહેશે.
વીણા માનવીને તાજેતરમાં જ મળી હતી ઉમેદવારી
જન શક્તિ જનતા દળે બાંકિપુર વિધાનસભા પેટાચૂંટણી માટે સામાજિક કાર્યકર વીણા માનવીને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હતા. તેજ પ્રતાપ યાદવે તેમને પક્ષનું ચૂંટણી ચિહ્ન પણ સોંપ્યું હતું. ઉમેદવાર જાહેર થયા બાદ વીણા માનવીએ સોશિયલ મીડિયા પર પાર્ટીનો આભાર વ્યક્ત કરતાં બાંકિપુરની જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:બિહારના સ્વાસ્થ્ય મંત્રીના યોગા જોઈ લોકોએ મજાક ઉડાવતા કહ્યું- ‘બાબા રામદેવ પણ નાપાસ!’
આ પણ વાંચો:બિહારમાં નીટ પરીક્ષામાં 30-40 લાખની ડીલ! અસલી વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપતો સોલ્વર પકડાયો
આ પણ વાંચો:બિહારમાં બંગલા વિવાદ ગરમાયો: રાબડી દેવીએ 10 સર્ક્યુલર રોડ આવાસ ખાલી કરવાનો કર્યો ઇનકાર
