Surat News/ સુરત નાસીરનગર ડિમોલિશન કેસ: સસ્પેન્ડેડ એન્જિનિયરની હાઇકોર્ટમાં અરજી, મ્યુનિસિપલ કમિશનર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

સુરતના નાસીરનગર ડિમોલિશન કેસ (Surat Nasirnagar)માં સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશથી કાર્યવાહી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે કમિશનરને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Nasirnagar: 'કમિશનરના નિર્દેશથી થયું ડિમોલિશન' – સસ્પેન્ડેડ એન્જિનિયરની હાઇકોર્ટમાં રજૂઆત

Surat News: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન (Surat Nasirnagar) વિવાદમાં નવો વળાંક આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના (SMC) સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના સસ્પેન્શનને પડકાર્યો છે. અરજીમાં તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનર સહિત SMCને પક્ષકાર બનાવ્યા છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિમોલિશન (Surat Nasirnagar)ની કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ કરવામાં આવી હતી અને યોગ્ય વિભાગીય તપાસ કર્યા વિના તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કમિશનર પાસેથી મેસેજ મળ્યાનો દાવો

સુજલ પ્રજાપતિએ હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે તેમને 21 મે, 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરના સત્તાવાર નંબર પરથી એક ફોરવર્ડ કરાયેલ મેસેજ મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, તે સૂચનાના આધારે જ કાર્યવાહી કરવામાં આવી હતી અને જરૂર પડે તો તે અંગે એફિડેવિટ આપવા પણ તેઓ તૈયાર છે.તેમણે વધુમાં દાવો કર્યો છે કે નાસીરનગર વિસ્તારમાં ટીપી રોડ માટે દબાણ દૂર કરવાની સૂચના ઉચ્ચ અધિકારીઓ તરફથી આપવામાં આવી હતી.

સસ્પેન્શનને ગણાવ્યું ગેરકાયદેસર

અરજીમાં જણાવાયું છે કે કોઈ વિભાગીય તપાસ પૂર્ણ થયા વગર સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રજાપતિએ દલીલ કરી છે કે સસ્પેન્શનની પ્રક્રિયા નિયમ મુજબ થઈ નથી અને હાઇકોર્ટે તેમને રાહત આપવી જોઈએ.

હાઇકોર્ટમાં રજૂ કરાયા ચેટના સ્ક્રીનશોટ

અરજદાર તરફથી હાઇકોર્ટ સમક્ષ કેટલાક ચેટના સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ, સરકારી પક્ષે દલીલ કરી છે કે કોર્ટ સમક્ષ માત્ર પસંદગીના સ્ક્રીનશોટ રજૂ કરાયા છે.પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ કમિશનર તરફથી અરજદારને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હોવાનું જણાય છે. જોકે, આ મુદ્દે અંતિમ અભિપ્રાય આપતા પહેલાં કોર્ટે મ્યુનિસિપલ કમિશનરને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય ડિમોલિશન કેસ (Surat Nasirnagar)ની સુનાવણી 20 જુલાઈએ

નાસીરનગર ડિમોલિશન (Surat Nasirnagar)ને પડકારતી મુખ્ય અરજીની સુનાવણી હવે 20 જુલાઈએ થવાની છે. જ્યારે સસ્પેન્ડેડ એન્જિનિયરની અરજીમાં આગળની કાર્યવાહી 21 જુલાઈએ હાથ ધરાશે.

શું છે સમગ્ર વિવાદ?

ગત 29 અને 30 મે, 2026ના રોજ સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કાર્યવાહી કાયદેસર હતી કે નહીં તે મુદ્દે વિવાદ ઊભો થયો હતો.આ સમગ્ર મામલે 1 જુલાઈએ SMCના પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન છે.


આ પણ વાંચો:સુરત ડિમોલિશન કાંડ મુદ્દે ભાજપ ઘેરાયું, પત્રકારોના સવાલો વચ્ચે નેતાઓએ ટાળ્યા સીધા જવાબ

આ પણ વાંચો:સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં મોટી કાર્યવાહી: 5 એન્જિનિયર સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ

આ પણ વાંચો:સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટ કડક, મનપાની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલો