Vadodara News/ વડોદરા પોક્સો કેસ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ, યુવકની ધરપકડ

વડોદરાના કપુરાઈ વિસ્તારમાં સગીરાની ફરિયાદના આધારે પોક્સો (Vadodara POCSO Case) એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara POCSO Case: સગીરા સાથે શારીરિક શોષણનો આરોપ

Vadodara News: શહેરના કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં સગીરા સાથે થયેલા કથિત જાતીય શોષણના કેસમાં પોલીસે પોક્સો (Vadodara POCSO Case) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પરિવારની ફરિયાદ બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Vadodara POCSO Case:સગીરાના પરિવારની ફરિયાદ બાદ એક્શન

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા અને આરોપી વચ્ચે છેલ્લા લગભગ બે વર્ષથી ઓળખાણ અને સંપર્ક હતો. દરમિયાન બંને વચ્ચે મતભેદ સર્જાતા સંપર્ક તૂટી ગયો હતો. જોકે, ફરિયાદ મુજબ બાદમાં આરોપીએ ફરી સંપર્ક કરીને સગીરાનો વિશ્વાસ જીત્યો અને તેને ફોસલાવીને બે અલગ પ્રસંગે શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ છે.

આ ઘટનાની જાણ પરિવારને થતાં તેઓએ તાત્કાલિક કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોક્સો (Vadodara POCSO Case) એક્ટ સહિત સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે આરોપી પ્રફુલ ઉર્ફે પાર્થ જગદીશભાઈ બારીયા, રહે. ખટંબા અર્બન રેસિડન્સી, વૈકુંઠ-1 સોસાયટી પાછળ, વાઘોડિયા રોડ, વડોદરા,ની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, સગીરાનું પણ મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. પોલીસ સગીરાના નિવેદન, મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે કેસની વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પ્રેમ વિવાદને કારણે જીવલેણ હુમલો થવાની શંકા, યુવકનું મોત

આ પણ વાંચો:વડોદરામાં 6 વર્ષની માસૂમ બાળકીની સાથે દુષ્કર્મના પ્રયાસથી લોકોમાં આક્રોશ

આ પણ વાંચો:વડોદરામાં લગ્નની લાલચ આપી વિધર્મીએ દોઢ વર્ષ સુધી સગીરા પર આચર્યુ દુષ્કર્મ!