Surat News/ સુરતમાં નશામાં કારચાલકે ડિવાઈડર કૂદાવી બે પાર્ક કારને ઠોકી, ₹70 હજારનું નુકસાન

સુરતના લજામણી ચાર રસ્તા નજીક દારૂના નશામાં કારચાલકે (Surat Drunk Driving) ડિવાઈડર કૂદાવી બે પાર્ક કરેલી કારને ટક્કર મારતાં ₹70 હજારનું નુકસાન થયું, સ્થાનિકોએ ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો.

Top Stories Gujarat Surat Breaking News
Surat Drunk Driving: દારૂના નશામાં બેફામ કાર દોડાવી બે પાર્ક કારને મારી ટક્કર

Surat News: સુરત શહેરમાં નશામાં વાહન ચલાવવાના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના લજામણી ચાર રસ્તા નજીક સનરાઇઝ કોમ્પ્લેક્સ પાછળ મોડી રાત્રે દારૂના નશામાં ધૂત એક કારચાલકે (Surat Drunk Driving) બેફામ કાર હંકારી ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ પર પાર્ક કરેલી બે કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને વાહનોને મળી અંદાજે ₹70 હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Surat Drunk Driving: ગેરેજ સંચાલક કાર લેવા પહોંચ્યા ત્યારે સર્જાયો અકસ્માત

વાલક પાટિયા-લસકાણા વિસ્તારમાં ગેરેજ ચલાવતા આશિષભાઈ ધાકેચાને તેમના ગ્રાહકની ગ્રાન્ડ i10 કાર રસ્તામાં બંધ પડી હોવાની જાણ થતાં તેઓ તેને લેવા લજામણી ચોક નજીક પહોંચ્યા હતા. રાત્રે લગભગ 11:30 વાગ્યે કાર ફરી બંધ થઈ જતાં તેઓ રોડ સાઈડ પર ઊભા રહી ડીકીમાંથી ટૂલ્સ કાઢી રહ્યા હતા.

તે દરમિયાન પૂરઝડપે આવેલી સફેદ કાર પહેલા રોડના ડિવાઈડર સાથે અથડાઈ અને પછી ડિવાઈડર કૂદાવી સીધી પાર્ક કરેલી ગ્રાન્ડ i10 સાથે અથડાઈ હતી. ટક્કરના જોરથી તે કાર આગળ ઉભેલી બ્રેઝા કાર સાથે પણ અથડાઈ ગઈ.

બે કારને ભારે નુકસાન

અકસ્માતમાં ગ્રાન્ડ i10 કારના પાછળના ભાગ, ટેલલાઈટ, બમ્પર, રિયર એક્સલ, ટાયર અને બોનેટને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. સાથે જ બ્રેઝા કારને પણ નુકસાન થયું હતું. બંને વાહનોને મળીને અંદાજે ₹70 હજારનું નુકસાન નોંધાયું છે.

સ્થાનિકોએ ચાલકને પકડી લીધો

અકસ્માત બાદ કાર (Surat Drunk Driving)માં સવાર બે વ્યક્તિઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ ડ્રાઈવિંગ સીટ પર રહેલા વ્યક્તિને ઝડપી લીધો, જ્યારે અન્ય વ્યક્તિ સ્થળ પરથી ફરાર થઈ ગયો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઝડપાયેલો ચાલક (Surat Drunk Driving) ભારે નશામાં હતો. તે યોગ્ય રીતે ઊભો રહી શકતો નહોતો અને તોતળાતી જીભે પોતાનું નામ સાગર જયંતિભાઈ તાળા હોવાનું કહી રહ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન કાર (Surat Drunk Driving)માંથી ગ્લાસ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસનો ગુનો નોંધાયો

ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા મારફતે થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરોપી ચાલકને કસ્ટડીમાં લઈને તેની સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો, મોટર વાહન અધિનિયમ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે.


આ પણ વાંચો:સુરતમાં જગન્નાથ દર્શને જતી કોલેજિયન યુવતીનું ટ્રક અકસ્માતમાં મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 2 વિદ્યાર્થી ઘાયલ

આ પણ વાંચો:સુરતમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ડમ્પરે મા-દીકરીને કચડ્યા, 22 વર્ષની મહિલા અને 3 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે મોત