Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી બે સગી બહેનો પર જાહેર રસ્તા પર હુમલો (Student Attack) થયાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, શાળામાં થયેલા ઝઘડાની અદાવત રાખીને અન્ય એક વિદ્યાર્થીનીએ પોતાના પરિવારના સભ્યો સાથે મળીને બંને બહેનો પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સ્કૂલના ઝઘડાની અદાવતમાં હુમલો
માહિતી અનુસાર, બંને બહેનો પોતાની મોપેડ પર જઈ રહી હતી ત્યારે રસ્તામાં અન્ય વિદ્યાર્થીનીએ તેમને રોકી લીધા હતા. ત્યારબાદ તેના માતા, પિતા અને દાદી સહિત પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચી ગયા હતા. તમામે મળીને બંને વિદ્યાર્થીનીઓ સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે.
Student Attack સમગ્ર ઘટના CCTVમાં કેદ
હુમલા (Student Attack)ની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જાહેર રસ્તા પર બંને વિદ્યાર્થીનીઓ સાથે થયેલી મારામારી સ્પષ્ટ જોવા મળે છે. ઘટના બાદ સ્થાનિકોમાં પણ ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.
બંને બહેનોને હોસ્પિટલ ખસેડાઈ
હુમલા (Student Attack)માં બંને સગી બહેનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બંનેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને હુમલામાં સામેલ વિદ્યાર્થીની તથા તેના પરિવારજનો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા કેસમાં સાક્ષી પર કરાયો હુમલો
આ પણ વાંચો:વાલોડમાં ચોંકાવનારી ઘટના: વિદ્યાર્થિનીએ વિદ્યાર્થિની પર ચપ્પુથી હુમલો કર્યો, હાથમાં 20 ટાંકા આવ્યા
આ પણ વાંચો:સુરતમાં રાંદેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર
