Business News/ ચાલુ નાણાકીય વર્ષમાં LPG સબસિડી બિલ 1 લાખ કરોડને પાર થવાની આશંકા

પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે ગેસ અને ઓઇલના ભાવ વધતા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનું LPG સબસિડી બિલ 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશંકા છે, જે બજેટના 30,000 કરોડના અંદાજથી ઘણું વધારે છે.

Trending Business
LPG subsidy bill to cross 1 lakh crore.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાય પર માઠી અસર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આસમાને પહોંચતા ભારત સરકારના બજેટ ગણિત ખોરવાઈ ગયા છે.ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું એલપીજી સબસિડી બિલ વધીને 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. કેન્દ્ર સરકારે બજેટમાં આ સબસિડી માટે માત્ર 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, પરંતુ બદલાયેલી સ્થિતિના કારણે હવે આ ખર્ચ અંદાજ કરતાં 70,000 કરોડ રૂપિયા વધુ થવાની સંભાવના છે.

પ્રતિ સિલિન્ડર સબસિડી ખર્ચ વધ્યો, ઓઇલ કંપનીઓ પર પણ દબાણ

વૈશ્વિક કટોકટીના કારણે ઇંધણના ભાવમાં જે ઉછાળો આવ્યો છે, તેનો મોટો ભાર અત્યારે સરકાર અને સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સંયુક્ત રીતે ભોગવી રહી છે જેથી સામાન્ય ગ્રાહકોને સીધો ઝટકો ના લાગે. રિપોર્ટ અનુસાર, હાલમાં ગેસ(LPG)ના એક સિલિન્ડર દીઠ અંદાજે 490 રૂપિયા જેટલો સબસિડી ખર્ચ થઈ રહ્યો છે. આ જ ગતિ જળવાઈ રહેશે તો નાણાકીય વર્ષના અંત સુધીમાં કુલ સબસિડીનો આંકડો 1 લાખ કરોડ રૂપિયાના સ્તરને સ્પર્શી જશે.

પ્રથમ બે મહિનામાં જ બિલમાં 45% નો તોતિંગ વધારો

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ સબસિડીના આંકડા ચિંતાજનક દેખાઈ રહ્યા છે. ગયા નાણાકીય વર્ષના એપ્રિલ અને મે મહિનામાં કુલ સબસિડી બિલ 512.50 અબજ રૂપિયા હતું. તેની સામે ચાલુ વર્ષના સમાન ગાળામાં (એપ્રિલ-મે) આ ખર્ચ 45 ટકાના જંગી વધારા સાથે 755 અબજ રૂપિયા પર પહોંચી ગયો છે. શરૂઆતના મહિનાઓમાં જ થયેલો આ વધારો દર્શાવે છે કે આગામી દિવસોમાં સરકાર માટે આ આર્થિક બોજ સંભાળવો મોટો પડકાર બની રહેશે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: