international news/ Iran Earthquake: ઈરાનના ખુઝેસ્તાનમાં 5 ની તીવ્રતાનો ભૂકંપ, ઈમરજન્સી એલર્ટ જાહેર

Iran Earthquake: ખુઝેસ્તાનમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ઈમરજન્સી એલર્ટ જાહેર, જ્યારે અમેરિકાએ સતત આઠમા દિવસે ઈરાન પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા

Top Stories international

International News : ઈરાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં (Iran Earthquake) આવેલા ખુઝેસ્તાન પ્રાંતમાં રવિવારે વહેલી સવારે રિક્ટર સ્કેલ પર 5 ની તીવ્રતાનો ( Khuzestan Earthquake) ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ બાદ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જાહેર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ પણ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાએ સતત આઠમી રાત્રે ઈરાનના વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે.

12 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો ભૂકંપ

Iran Earthquake Latest News: Earthquake of Magnitude 5 Hits Iran's Khuzestan Province Amidst Ongoing Attacks; Rescue

ઈરાનના સરકારી મીડિયા મુજબ, ભૂકંપનું કેન્દ્ર ખુઝેસ્તાન પ્રાંતમાં હતું અને તે જમીનની અંદર અંદાજે 12 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ભૂકંપના આંચકાથી અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.પ્રાંતીય ગવર્નર સૈયદ મોહમ્મદ રઝા મૌલાઈઝાદેહે જણાવ્યું કે તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી છે. હાલ અધિકારીઓ નુકસાન અને જાનહાનિ અંગે માહિતી એકત્રિત કરી રહ્યા છે.

રાહત અને બચાવ ટીમો તૈનાત

Iran to investigate construction in quake zone | UNDRR

ભૂકંપ બાદ સ્થાનિક વહીવટી તંત્ર, આરોગ્ય (Earthquake in Iran) વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી જરૂર પડે ત્યાં તરત મદદ પહોંચાડી શકાય.

સતત આઠમી રાત્રે અમેરિકાના હવાઈ હુમલા

ભૂકંપની ઘટના વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય તણાવ યથાવત રહ્યો છે. અમેરિકી સેનાએ સતત આઠમી રાત્રે ઈરાનના નિશાનાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનું જાણવા મળ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આ હુમલાઓને તેમણે વ્યક્તિગત રીતે મંજૂરી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, જોર્ડનમાં અમેરિકી સૈન્ય બેઝ પર થયેલા હુમલામાં બે અમેરિકી સૈનિકોના મોતના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મધ્ય પૂર્વમાં વધી રહ્યો છે તણાવ

ઈરાનમાં આવેલા ભૂકંપ ( Middle East ) અને સાથે જ ચાલુ સૈન્ય હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ સંવેદનશીલ બની રહી છે. એક તરફ કુદરતી આફતનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ અમેરિકા (Donald Trump) અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અંગેની ચિંતા વધુ ગાઢ બની છે.


આ પણ વાંચો: US-Iran War: જોર્ડનમાં અમેરિકી સૈનિકોના મોત બાદ અમેરિકાનો ઈરાન પર ભીષણ પ્રહાર, હોર્મુઝ સ્ટ્રેટ બન્યું યુદ્ધનું કેન્દ્ર

આ પણ વાંચો: ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, અમેરિકામાં હવે F-1 સ્ટુડન્ટ વિઝા માત્ર 4 વર્ષ માટે જ મળશે; ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી

આ પણ વાંચો: અમેરિકાના F-1 સ્ટુડન્ટ વિઝા નિયમોમાં ફેરફાર: હવે માત્ર 4 વર્ષ સુધી જ રહેશે મંજૂરી, ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે સીધી અસર