Rajkot News/ રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ધરણાં

સોનમ વાંગચૂક (Sonam Wangchuk)અંગે વાત કરતાં યુવાઓએ જણાવ્યું કે, વિદેશમાં અનેક તકો હોવા છતાં તેઓ પોતાના પ્રદેશ અને પર્યાવરણના હિત માટે સંઘર્ષ કરી રહ્યા છે

Gujarat Rajkot
લદ્દાખના પર્યાવરણવિદ્ અને જાણીતા ઇનોવેટર સોનમ વાંગચૂક (Sonam Wangchuk)ના સમર્થનમાં હવે ગુજરાતમાં પણ અવાજ ઉઠવા લાગ્યો છે

Rajkot News : લદ્દાખના પર્યાવરણવિદ્ અને જાણીતા ઇનોવેટર સોનમ વાંગચૂક (Sonam Wangchuk)ના સમર્થનમાં હવે ગુજરાતમાં પણ અવાજ ઉઠવા લાગ્યો છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે યુવાનો દ્વારા પ્રતીક ધરણા (Rajkot Protest)અને 24 કલાકની પ્રતીક ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સોનમ વાંગચૂકની માંગણીઓને સમર્થન આપતાં દેશની શિક્ષણ વ્યવસ્થા અને સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

પ્રદર્શન દરમિયાન યુવાઓએ જણાવ્યું કે, જો દેશના વૈજ્ઞાનિકો અને સમાજ માટે કાર્યરત લોકોની જ યોગ્ય કદર નહીં થાય તો સામાન્ય નાગરિકને ન્યાય મળવાની આશા કેવી રીતે રાખી શકાય? તેમણે વધુમાં કહ્યું કે દેશના ભવિષ્ય માટે દરેક નાગરિકે જાગૃત બનીને લોકશાહી માધ્યમથી પોતાનો અવાજ ઉઠાવવો જરૂરી છે.

પ્રદર્શનકારીઓએ હાલની શિક્ષણ પ્રણાલીની પણ ટીકા કરી હતી. તેમના જણાવ્યા મુજબ ખાનગી શાળાઓમાં વધતી ફી અને સરકારી શાળાઓમાં પૂરતી સુવિધાઓના અભાવ વચ્ચે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અસરગ્રસ્ત બની રહ્યું છે. શિક્ષણને ગુણવત્તા કરતાં વ્યાવસાયિક દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું.

સોનમ વાંગચૂક (Sonam Wangchuk)અંગે વાત કરતાં યુવાઓએ જણાવ્યું કે, વિદેશમાં અનેક તકો હોવા છતાં તેઓ પોતાના પ્રદેશ અને પર્યાવરણના હિત માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવા વ્યક્તિના મુદ્દાઓને ગંભીરતાથી સાંભળવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું.

પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું કે તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને બંધારણીય અધિકારો અંતર્ગત પોતાની વાત રજૂ કરવા માટે તેઓ ધરણા પર બેઠા છે. તેમણે માંગ કરી કે શાંતિપૂર્ણ વિરોધને દબાવવાના બદલે સરકાર સંવાદ દ્વારા યોગ્ય ઉકેલ લાવે.

આંદોલનમાં જોડાયેલા યુવાનોના જણાવ્યા અનુસાર સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી વિરોધ કાર્યક્રમો ચાલુ રહેશે. આગામી દિવસોમાં વધુ લોકો જોડાઈને આંદોલનને વિસ્તૃત કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

યુવાઓએ દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાની માંગ સાથે શિક્ષણ ક્ષેત્રમાં જવાબદારી નક્કી કરવાની પણ માંગણી કરી હતી. સાથે જ સોનમ વાંગચૂક ((Sonam Wangchuk))ના મુદ્દે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.


આ પણ વાંચો : ભારતના સોનમ વાંગચૂક અને ભારત વટવાનીને મળ્યો રેમન મેગ્સેસે એવોર્ડ

આ પણ વાંચો : ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે જંતર-મંતર પર વિરોધની આપી મંજૂરી

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બ્લોક થયું?